મુંબઈ : લોઅર પરેલમાં ઝાડની ડાળી પડતાં બાળકનું મોત

Published: Sep 05, 2020, 11:40 IST | Mumbai correspondent | Mumbai

લોઅર પરેલમાં ગઈ કાલે દસ વર્ષના એક બાળક પર ઝાડની મોટી ડાળખી પડતાં તેનું નિધન થયું હતું.

ઝાડની તૂટેલી ડાળીઓ હટાવતા કર્મચારીનો વિડીયો ગ્રેબ.
ઝાડની તૂટેલી ડાળીઓ હટાવતા કર્મચારીનો વિડીયો ગ્રેબ.

લોઅર પરેલમાં ગઈ કાલે દસ વર્ષના એક બાળક પર ઝાડની મોટી ડાળખી પડતાં તેનું નિધન થયું હતું. બીએમસીના ડિઝાસ્ટર કન્ટ્રોલ મૅનેજમેન્ટે જણાવ્યું કે બૉમ્બે ડાઇંગ મિલની સામે આવેલા પાંડુરંગ બુધકર માર્ગ પરના મારવાડી ચાલના પ્રાઇવેટ કમ્પાઉન્ડમાં આ ડાળખી પડી હતી. દસ વર્ષનો સમર બોસક ઘરની બહાર હતો ત્યારે તેના પર ડાળખી પડી હતી. બાળકને આ ઘટના બાદ કેઈએમ હૉસ્પિટલ અને પછી વાડિયા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. લોકલ કૉર્પોરેટર સંતોષ ખરાતનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષથી નૅશનલ ટેક્સટાઈલ કૉર્પોરેશન આ વિસ્તારનું ધ્યાન નથી રાખી રહી અને આજે એના લીધે એક બાળકનો જીવ જતો રહ્યો. આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK