મુંબઈમાં ઍરપોર્ટ પાર્કિંગ દેશમાં સૌથી વધારે મોંઘું

Published: 6th December, 2012 06:38 IST

પહેલા અડધા કલાક માટે ડોમેસ્ટિક ઍરપોર્ટ માટે પાર્કિંગ ચાર્જિસ ૯૦ રૂપિયાથી વધારીને ૧૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનામાં બીજી વખત આ વધારો કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી વધુ ઍરપોર્ટ પાર્કિંગ ચાર્જ મુંબઈમાં લેવામાં આવે છે.


ડોમેસ્ટિક ઍરપોર્ટ પર એક સમયે ૭૫૦ તો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૧૫૦૦ વાહનોને સમાવી શકાય એટલી ક્ષમતા છે. આ ભાવવધારાના પરિણામે ઍરપોર્ટને દરરોજ ૧.૫ લાખ રૂપિયાની વધારાની આવક થશે.

મુંબઈ ઍરપોર્ટમાં વધારાના અડધા કલાકથી બે કલાક સુધીના સમય માટે ૧૬૦ રૂપિયા તો બેથી ત્રણ કલાક માટે ૨૩૦ રૂપિયા, ત્રણથી ચાર કલાક માટે ૩૦૦ રૂપિયા તેમ જ ત્યાર બાદના દરેક વધારાના કલાકદીઠ ૯૦ રૂપિયા લેવામાં આવે છે.

આઠથી ચોવીસ કલાક વાહન પાર્ક કરવાના ૧૦૦૦ રૂપિયા લેવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK