મુલુંડમાં ૩૦ કરતાં વધુ લોકો સાથે ૩ કરોડ કરતાં વધુની છેતરપિંડી કરનાર ચાચી ૪૨૦ એટલે કે રૂપલ પંડ્યાના છોકરા ઇશાન પંડ્યાની ધરપકડ મુલુંડ પોલીસે ગોવાથી કરી છે. આરોપી ઇશાનની શોધ માટે મુલુંડ પોલીસને કેટલાક પાપડ બેલવા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીની તો ધરપકડ પોલીસે કરી લીધી, જોકે હાલમાં તેની પાસેથી રિકવરી થઈ નથી.
પોલીસે જણાવ્યા અનુસાર મુલુંડ પોલીસ દ્વારા ૨૪ જણની ફરિયાદને પગલે મુલુંડમાં ઇશા બ્યુટીપાર્લર ચલાવતી રૂપલ પંડ્યાની ૨૯ જાન્યુઆરીએ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે રૂપલે પૈસાની ટ્રાન્સફર ઇશાનના અકાઉન્ટમાં કર્યું હતું. આરોપી પોતાનો મોબાઇલ બંધ રાખતો હોવાથી તેને પકડવો પોલીસ માટે સહેલું નહોતું અને આ જ કારણસર તેની ધરપકડ કરવામાં પોલીસને એક મહિનો લાગ્યો. જોકે મુલુંડ પોલીસે સાઇબર એકસપર્ટની મદદ લઈ આરોપી ઇશાનને ગોવાથી પકડી લીધો હતો.
મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપી પોતાનો મોબાઇલ અનેક વાર ચાલુ-બંધ કરતો હતો. એથી તેનું લૉકેશન ટ્રેસ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. એ ઉપરાંત આરોપી દિલ્હીની એક મોટી કંપનીમાં આઇટી રિલેટેડ કામ કરતો હતો અને આ કામમાં તે એકસપર્ટ હોવાથી તે સાઇબરના તમામ દાવપેચથી વાકેફ હતો. હાલમાં અમને શંકા છે કે આ તમામ લોકોના પૈસા આરોપીએ બીજા કોઈ વેપારમાં લગાડ્યા હોઈ શકે. રવિવારે આરોપીને કોર્ટમાં હાજર કરતાં તેને ૨૪ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી મળી છે. એ ઉપરાંત સેશન કોર્ટમાં સોમવારે રૂપલની જામીન માટેની અરજી પણ નામંજૂર કરવામાં આવી છે.
આ વિશે મુંબઈ પોલીસ ઝોન સાતના ડીસીપી પ્રંશાત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ પૈસાનો કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે તે માટે અમે તેનું અકાઉન્ટ સ્ટેટમેન્ટ ચકાશી રહ્યા છીએ. તેના અકાઉન્ટમાં મોટા પાયે ટ્રાન્જેકશન હોવાથી તપાસ માટે અમારે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની મદદ લેવી પડે એમ છે.’
આખો મામલો શું છે?
આ આખા મામલામાં મુલુંડમાં પોતાનું બ્યુટીપાર્લર ચલાવતી રૂપલ પંડ્યાનો દીકરો ઇશાન પંડ્યા લગ્ન બાદ હનીમૂન મનાવવા દુબઈ ગયો હતો અને ત્યાં કસીનોમાં જુગાર રમતાં તે બે કરોડથી વધુ રૂપિયા હારી ગયો હતો. એ પૈસા ચૂકવવા માટે આરોપીએ અહીં લોકો પાસેથી જુદા-જુદા બહાના દર્શાવીને પૈસા લીધા હતા જે આજ સુધી પાછા ન આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આરોપીએ જે લોકોને પોતાના ટાર્ગેટ બનાવીને પૈસા લીધા હતા એમાં મોટા ભાગના લોકો મિડલ ક્લાસના છે અને પોતાના ગાંઠના પૈસા રૂપલ પંડ્યાને મદદ કરવા આપ્યા હતા. જોકે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ભોળી દેખાતી આ બાઈ તેમની સાથે છેતરપિંડી કરતી હશે.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST