Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લોનાવલાનો પ્રવાસ અને રોકાણના બોધપાઠ

લોનાવલાનો પ્રવાસ અને રોકાણના બોધપાઠ

06 January, 2019 11:45 AM IST |
Mukesh Dedhia

લોનાવલાનો પ્રવાસ અને રોકાણના બોધપાઠ

લોનાવલાનો પ્રવાસ અને રોકાણના બોધપાઠ



મની-પ્લાન્ટ 

હાલમાં અમે લોનાવલા જઈ આવ્યા. મુંબઈગરાઓ માટે લોનાવલા સૌથી જલદી અને સહેલાઈથી પહોંચી જવાય એવું સરસ મજાનું સ્થળ છે.



બહાર જવાની વાત આવી એટલે ઘરમાં વિવિધ ખાદ્ય પદાર્થોનું પૅકિંગ થવા લાગ્યું. વીક-એન્ડમાં ખાણી-પીણીનો જલસો પડી જાય એ માટે તેમણે વ્યવસ્થા કરી લીધી. સામાન્ય રીતે લોકો આવા પ્રવાસમાં ડાયટ-ફૂડ છોડીને ‘આચર-કૂચર’ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે.


જેમણે કાર ચલાવવાની હોય એ વ્યક્તિ કાર પર્ફેક્ટ સ્થિતિમાં છે કે નહીં એની ચકાસણી કરીને કમીઓ પૂરી કરી લેતી હોય છે.

લોનાવલા મુંબઈથી ૯૦ કિલોમીટરના અંતરે છે. ત્યાં પહોંચતાં લગભગ બે કલાક લાગે છે. સામાન્ય રીતે આપણે પ્રતિ કલાક ૪૫ કિલોમીટરની ઝડપે જતા હોઈએ છીએ. જોકે વચ્ચે-વચ્ચે રોડની સ્થિતિ જોઈને ઝડપમાં વધઘટ પણ કરવામાં આવતી હોય છે.


કાર ચલાવતી વખતે મેં અલગ-અલગ સ્થિતિમાં કારની ઝડપ વધારવા-ઘટાડવા માટે લેવાતા નર્ણિયો વિશે વિચાર કર્યો. આપણું સુષુપ્ત મન કેવી રીતે અલગ-અલગ સ્થિતિઓ-સંજોગોનું વિશ્લેષણ કરીને કારની ઝડપ નક્કી કરાવતું હોય છે.

કાર ઝડપથી કે ધીમી ચલાવવા માટેનાં વિવિધ કારણોમાં આ કારણો સામેલ હોઈ શકે છે:

૧. કાર હૉન્ડા સિટી છે કે અલ્ટો ૮૦૦ છે.

૨. ડ્રાઇવર અનુભવી છે કે નહીં.

૩. ડ્રાઇવરની મન:સ્થિતિ એ સમયે કેવી છે : તે ગુસ્સામાં હશે તો કાર આડેધડ ચલાવશે.

૪. કારની સ્થિતિ.

૫. કારમાંના ઉતારુઓ : જો યુવાનો હોય તો ઝડપથી કાર ચલાવવામાં આવે અને વડીલો હોય તો સલામત રીતે ચલાવાતી હોય.

૬. હવામાન : વરસાદ પડતો હોય તો કાર ધીમી ચલાવાય.

૭. રોડની સ્થિતિ.

૮. મુકામ પર પહોંચવાની ઉતાવળ.

૯. બાજુમાંથી વધુ ઝડપે જઈ રહેલી કારમાંથી કોઈ ચીડવીને જાય. આપણે આવું બાળકો જેવું વર્તન થાય ત્યારે એનો શિકાર કેમ બની જઈએ છીએ?

૧૦. રેડિયો પર કે કૉમ્પૅક્ટ ડિસ્કમાં વાગતા ગીતની ધૂન. જો ધૂન ઝડપી હોય તો વાહન પણ ઝડપથી હંકારવામાં આવતું હોય છે.

૧૧. કારમાં ડ્રાઇવરની ગર્લફ્રેન્ડ છે કે કેમ : જો ગર્લફ્રેન્ડ હોય તો યુવાન તેને પ્રભાવિત કરવા માટે ઝડપથી કાર ચલાવતો હોય છે.

૧૨. કારમાંના ઈંધણનું પ્રમાણ : જો ઈંધણ ઓછું હોય તો માઇલેજ વધારવા માટે ગાડી ધીમી ચલાવવામાં આવતી હોય છે.

૧૩. કાર પોતાની છે કે બીજાની : કાર બીજાની હોય તો સામાન્ય રીતે ધીમી ચલાવવામાં આવતી હોય છે.

૧૪. રૂટ જાણીતો છે કે કેમ : જો રૂટ જાણીતો હોય તો ઝડપ વધારે હોય છે. અજાણ્યા માર્ગ પર વારેઘડીએ પૂછી-પૂછીને આગળ વધવાનું હોવાથી ઝડપ મર્યાદિત રાખવામાં આવે છે.

૧૫. દિવસનો સમય : જો રાતનો સમય હોય તો કાર ધીમી ચલાવાતી હોય છે.

૧૬. ટ્રાફિકની સ્થિતિ.

આવાં તો બીજાં અનેક પરિબળો હોઈ શકે છે. એમાંથી એ જ બોધ લેવાનો છે કે આપણે જોખમભરી સ્થિતિને કેવી રીતે સાચવી લેવી જોઈએ.

જ્યારે વધારે જોખમ દેખાય ત્યારે ઝડપ ઘટાડી દઈએ છીએ અને જોખમ ઘટવા લાગે ત્યારે ઝડપ વધારવા લાગીએ છીએ. બીજું એ પણ નોંધવા જેવું છે કે આપણું મગજ જોખમનો સર્વાંગી વિચાર કરતું હોય છે. મગજ દરેક જોખમી પરિબળનું વિશ્લેષણ કરીને એના આધારે નિર્ણય લેતું હોય છે.

કાર-ડ્રાઇવિંગના ઉદાહરણ પરથી કહીએ તો કઈ ઝડપે જવું એનો નિર્ણય મગજ અલગ-અલગ પરિબળો, સ્થિતિઓ અને સંજોગોના આધારે લેતું હોય છે.

જોકે મનુષ્યનું મગજ ક્યારેક અતાર્કિક રીતે પણ વર્તતું હોય છે અને એવી સ્થિતિમાં ડ્રાઇવિંગ આડેધડ બની જાય છે. પોતે કેટલી ઝડપે જઈ શકે છે એ બાબત દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે.

રોકાણનો સવાલ છે ત્યાં સુધી દરેક રોકાણકારે પોતે કેટલું જોખમ સહન કરી શકે છે અને સંભાળી શકે છે એ સમજી લેવું જોઈએ. અકસ્માતો નિવારવા માટે આપણે અન્ય લોકોનું અનુકરણ કરી શકીએ નહીં. કાર સરસ રીતે ચલાવનારા લોકો પણ હોય છે અને કારને બદલે બસ, ટૅક્સીમાં જવાનું કે ડ્રાઇવર રાખવાનું પસંદ કરનારા લોકો પણ હોય છે.

આ પણ વાંચોઃ આદતોની સાંકળથી મુક્ત થાઓ

રોકાણમાં પણ ઘણા લોકો જાતે જ પોતાનાં રોકાણોનું સંચાલન કે વહીવટ કરી શકતા હોય છે, જ્યારે બીજા કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફન્ડ (જેને બસની પસંદગી સાથે સરખાવી શકાય) કે ર્પોટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસ (ડ્રાઇવર રાખી લેવા જેવી પસંદગી) લેવાનો નિર્ણય લેતા હોય છે. લાંબું અંતર કાપવું હોય તો ચાલીને (જેની તુલના ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણ સાથે કરી શકાય) જવાય નહીં.

પસંદગીઓ તો ઘણી મળતી હોય છે, માત્ર નિર્ણય લેવા જેટલી હિંમત દર વખતે હોતી નથી.

(લેખક CA, CFP, FRM છે)

mukesh@ghallabhansali.com

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2019 11:45 AM IST | | Mukesh Dedhia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK