મુકેશ અંબાણી-નીતા અંબાણીએ આ મંદિરમાં કર્યા દર્શન, ફોટોઝ થયા વાઈરલ

Published: Jun 10, 2019, 18:55 IST | મુંબઈ

ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી તાજેતરમાં જ પત્ની નીતા અંબાણી સાથે નેરળના ક્રિષ્ના કાલી મંદિરમાં જોવા મળ્યા હતા.

Image Courtesy: Instagram Fan page
Image Courtesy: Instagram Fan page

ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ અને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી તાજેતરમાં જ પત્ની નીતા અંબાણી સાથે નેરળના ક્રિષ્ના કાલી મંદિરમાં જોવા મળ્યા હતા. ક્રિષ્ના કાલી મંદિરમાં આ કપલના ફોટોઝ ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. અંબાણી કપલના આ ફોટોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફેન પેજ પર શૅર કરાયા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટોઝમાં મુકેશ અંબાણી ભગવાનના આશીર્વાદ લેતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ધાર્મિક છે અને ભગવાન કૃષ્ણમાં કેટલી આસ્થા ધરાવે છે, તે વાત જગજાહેર છે.

આ ફોટોઘમાં મુકેશ અંબાણી આઈવરી કલરના કુર્તામાં નેહરુ જેકેટ પહેરેલા દેખાઈ રહ્યા છે. તો નીતા અંબાણી લાલ રંગના સલવાર સુટમાં ગોર્જિયસ લાગી રહ્યા છે. આ મંદિરની મુલાકાત દરમિયાન મુકેશ અંબાણી ભગવાનની પૂજા કરતા અને ભગવાનને પ્રસાદ અર્પણ કરતા નજરે પડ્યા હતા.

નીતા અંબાણીની ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા આઈપીએલની મેચ દરમિયાન ઉડીને આંખે વળગી હતી. આઈપીએલ 2019માં જ્યારે તેમની ટીમ મુંબઈ ઈન્ડિયન ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ફાઈનલ રમી રહી હતી, ત્યારે જીત પહેલા નીતા અંબાણી પ્રાર્થના કરતા અને મંત્ર બોલતા દેખાયા હતા. તો જીતની ઉજવણી પહેલા પણ નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ઘરમાં જ બનાવેલા ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્સન કરવા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં નીતા અંબાણી ભગવાનના મંદિરમાં ટ્રોફી મૂક્તા દેખાયા હતા.

આ પણ વાંચોઃ જાણો કેમ મીડિયાની સામે નથી આવતા અનિલ અંબાણીના પુત્ર

વીડિયોમાં દેખાયા પ્રમાણે જેવા નીતા અંબાણી મંદિરમાં પહોંચે છે કે 'જય શ્રી ક્રિષ્ના' બોલતા અને પૂજારીને નમસ્કાર કરતા નજરે પડ્યા હતા. બાદમાં પૂજારીએ આ ટ્રોફી નીતા અંબાણી પાસેથી લઈને ભગવાનની મૂર્તિ સામે મૂકી હતી. અને પૂજારીએ મંત્રોચ્ચાર કરી ભગવાનો આભાર માન્યો હતો. મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ જ નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સની જીતની ઉજવણી માટે યોજાયેલી પાર્ટીમાં પહોંચ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK