સમૃદ્ધિ કૉરિડોર માટે એમએસઆરડીસીએ ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની લોનના કરાર કર્યા

Published: Sep 14, 2019, 16:13 IST | મુંબઈ

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કૉરિડોર માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું ફાઇનાન્શિયલ ક્લોઝર મેળવ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ : (પી.ટી.આઇ.) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે એમએસઆરડીસીએ ૭.૧ કિલોમીટરના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કૉરિડોર માટે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનું ફાઇનાન્શિયલ ક્લોઝર મેળવ્યું છે.

૫૫,૪૪૭ કરોડ રૂપિયાના ૭.૧ કિલોમીટરના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ કૉરિડોર માટે એમએસઆરડીસીએ વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની લોન મેળવી છે. ૧૦ જિલ્લામાંથી પસાર થતા આ કૉરિડોરને પગલે મુંબઈ અને નાગપુર વચ્ચેનું અંતર કાપવાનો સમય ઘટીને માત્ર સાત કલાકનો થશે.

પ્રોજેક્ટના મુખ્ય ધિરાણકર્તાઓમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૮૦૦૦ કરોડ રૂપિયા), કૅનેરા બૅન્ક (૪૦૦૦ કરોડ રૂપિયા), એલઆઈસી (૪૦૦૦ કરોડ રૂપિયા), હુડકો (૨૫૫૦ કરોડ રૂપિયા), બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૭૦૦ કરોડ રૂપિયા), બૅન્ક ઑફ બરોડા (૧૫૦૦ કરોડ રૂપિયા), આંધ્ર બૅન્ક (૧૫૦૦ કરોડ રૂપિયા), આઇઆઇએફસીએલ (૧૩૦૦ કરોડ રૂપિયા), ઇન્ડિયન બૅન્ક (૭૫૦ કરોડ રૂપિયા) અને અન્ય બૅન્કો (બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સિન્ડિકેટ બૅન્ક, ઑરિયન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ) (૧૦૦૦ કરોડ રૂપિયા). રાજ્ય સરકાર તરફથી એમએસઆરડીસીનું મૂડીરોકાણ ૨૭,૪૭૭ કરોડ રૂપિયાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK