Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જ્યારે LIVE TV પર એન્કરનો દીકરો આવી કરવા લાગ્યો પરેશાન...

જ્યારે LIVE TV પર એન્કરનો દીકરો આવી કરવા લાગ્યો પરેશાન...

13 October, 2019 05:52 PM IST | મુંબઈ

જ્યારે LIVE TV પર એન્કરનો દીકરો આવી કરવા લાગ્યો પરેશાન...

જ્યારે LIVE TV પર એન્કરનો દીકરો આવી કરવા લાગ્યો પરેશાન...


જો તમે કોઈ કામ કરી રહ્યા હો અને અચાનક તમારો દીકરો આવીને તેમને પરેશાન કરવા લાગે તો કેવું લાગે? આ આમ તો એક સામાન્ય વાત છે, પરંતુ જ્યારે તમારા બાળકને તમને પરેશાન કરતા આખી દુનિયા લાઈવ ટીવી પર જોતી હોય તો તે સામાન્ય ન લાગે. અમેરિકાના ન્યૂઝ ચેનલ પર જ્યારે એક ન્યૂઝ એન્કર સીરિયા-તુર્કી વિવાદ પર ખબર વાંચી રહી હતી ત્યારે કાંઈક આવું જ થયું, લાઈવ ટીવી પર એન્કરનો દીકરો સામે આવ્યો અને તેને પરેશાન કરવા માંડ્યો.

અમેરિકાના ન્યૂઝ ચેનલ MSNBCની ન્યૂઝ એન્કર કર્ટની જ્યારે ગુરૂવારે તુર્કીએ સીરિયામાં વરસાવેલા બોમ્બની ખબર વાંચી રહી હતી ત્યારે તેમનો દીકરો સામે આવી ગયો, જેવો તેમ સામે આવ્યો કે કર્ટનીએ કહ્યું કે, એક મિનિટ મારો દીકરો અહીં છે! લાઈવ ટીવી પર.

ઘટનાનો વીડિયો ત્યારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ખુદ ન્યૂઝ ચેનલે આ વીડિયો શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.




ચેનલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે જ્યારે તમે બ્રેકિંગ ન્યૂઝ વાંચી રહ્યા હો ત્યારે, કોઈ એવી પણ બ્રેકિંગ ન્યૂઝ થઈ જાય છે જેની તમને આશા ન હોય. આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો એન્કરને સલામ કરી રહ્યા છે. કર્ટની ક્યૂબ બે બાળકોના માતા છે. જેઓ ચેનલ માટે કામ કરે છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ આવી જો એ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, 2017માં પ્રોફેસર રૉબર્ટ કેલી બીબીસીને લાઈવ ઈન્ટર્વ્યૂ આપી રહ્યા હતા ત્યારે તેમની દીકરી તેમના સ્ટડી રૂમમાં આવી ગઈ હતી. જેનો પણ વીડિયો વાયરલ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 05:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK