મીનાક્ષી લેખી, અનંત કુમાર હેગડે સહિત 17 સાંસદ કોરોના પૉઝિટીવ

Published: Sep 14, 2020, 16:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ સત્રમાં સામેલ થવા માટે બધાં સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવવી ફરજિયાત હતી.

મીનાક્ષી લેખી
મીનાક્ષી લેખી

ભાજપ સાંસદ (BJP MP) મીનાક્ષી (Meenakshi Lekhi) લેખી, અનંત (Anant Kumar Hegde) કુમાર હેગડે, પ્રવેશ (Pravesh Sahib Sant) સાહિબ સિંહ સહિત લોકસભાના 17 સાંસદ કોરોના (Coronavirus positive) વાયરસ સંક્રમિત થયા છે. કોરોના વાયરસને કારણે મૉનસૂન (Monsoon Session) સત્ર મોડેથી શરૂ થયું આ સત્રમાં સામેલ થવા માટે બધાં સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવવી ફરજિયાત હતી.

આ પહેલા, રવિવારે કોરોના તપાસમાં પાંચ લોકસભા સાંસદ કોરોના પૉઝિટીવ આવ્યા હતા. સંસદમાં એ જ સાંસદો, કાર્મિકોને જવાની પરવાનગી આપવામાં આવે છે, જેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ છે.

મૉનસૂન સત્રના પહેલા દિવસે લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સદનની કાર્યવાહીમાં ભાગ લીધો. સદનમાં સભ્યોની સુરક્ષા માટે દરેક સીટ આગળ પ્લાસ્ટિક શીલ્ડ કવર લગાડવામાં આવ્યા છે. સદનમાં બેસવાની વ્યવસ્થામાં ફેરફાર દરમિયાન ઘણાં સભ્યોને તેમના સ્થાને પહોંચવા માટે લોકસભા કર્મચારી મદદ કરતાં પણ જોવા મળ્યા.

લોકસભા ચેમ્બરમાં લગભગ 200 સભ્યો હાજર હતા. તો 50 સભ્યો ગેલરીમાં હતા. લોકસભા ચેમ્બરમાં જ એક મોટી ટીવી સ્ક્રીન લગાડવામાં આવી છે જેના માધ્યમથી રાજ્યસભા ચેમ્બરમાં બેઠેલા લોકસભાના સભ્યો પણ દેખાઇ શકે.

નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે સામાજિક અંતર જાળવી રાખવા માટે લોકસભા ચેમ્બર, ગેલરી સાથે જ રાજ્યસભાના ચેમ્બરમાં પણ બેસાડવામાં આવ્યા છે.

બધાં સાંસદોને આપવામાં આવી સિક્યોરિટી કિટ
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે સત્ર પહેલા બધાં સાંસદો તેમજ તેમના પરિજનોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. સાંસદોને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ, સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી સામગ્રીની કિટ પણ મોકલવામાં આવી છે. સંસદના બધાં અધિકારીઓ અને કર્મચારીઓના પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK