આ ઉંદરને લાગી ગાંજાની લત, જાણો પછી શું થયું

Published: Sep 11, 2020, 17:50 IST | Gujarati Mid-day Online Correspondent | Canada

અઠવાડિયા સુધી ગાંજો ખાધા પછી ઉંદર થઈ ગયો બેહોશ

તસવીર સૌજન્ય: ફેસબુક
તસવીર સૌજન્ય: ફેસબુક

ગાંજા વિશે તમે જાણતા જ હશો કે જેનો ઉપયોગ ઘણા લોકો નશા માટે કરે છે. ગાંજાનો નશો માત્ર માણસોને જ નહીં પ્રાણીઓને પણ આનંદદાયક લાગતો હોય છે. એક ઉંદર તેનો એટલો વ્યસની થઈ ગયો કે વધારે માત્રામાં તેનું સેવન કરવાને કારણે તે ત્યાં બેભાન થઈ ગયો. કેનેડામાં બનેલી આ ઘટના વિશે ખરેખર જાણવા જેવું છે.

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવો હોત તો તે ઉંદર પર કરવામાં આવે છે. કેનેડામાં એક વ્યક્તિના ઘરમાંથી ગાંજાના પ્લાન્ટની સતત ચોરી થઈ રહી હતી. પણ આ ચોરી કરતું કોણ હતું. કોલીન સલિવન (Collin Sullivan) નામના વ્યક્તિએ નોંધ્યું કે તેના ઘરમાંથી કોઈ ગાંજાના છોડ ચોરી રહ્યું છે. પછી ખબર પડી કે ઉંદર છે. તમને જણાવી દઈએ કે, કેનેડામાં લોકો નિશ્ચિત માત્રામાં તેમના ઘરની આગળ બગીચાઓમાં ગાંજો ઉગાડવાની છૂટ છે.

કોલીને આખી ઘટના વિશે ફેસબુક પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે, બે દિવસથી એક નાનકડો ઉંદર ગાંજાનો છોડ ચોરી કરીને લઈ જતો હતો. આવું તેણે ત્યાં સુધી કર્યુ જ્યાં સુધી તે બેહોશ ન ઈથ ગયો. પછી કોલીને ઉંદર પર નજર રાખવાનું શરૂ કરી દીધું. તેણે કરેલા પોસ્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે, કઈ રીતે ઉંદર ગાંજો ખાધા પછી ઉંધો પડી ગયો છે અને તેને કોઈ સુદ-બુધ નથી. ઉંદર ત્યાસુધી ગાંજો ખાતો રહ્યો જ્યાં સુધી તે મૂર્છિત ન થયો.

ત્યારબાદ કોલીને ઉંદર પર નજર રાખવાનું શરૂ કર્યું કે ગાંજો ખાવાની કોઈ ખરાબ અસર તો નથી થઈ રહીને ઉંદર પર. એક અઠવાડિયામાં તો ઉંદરને ગાંજાની લત લાગી ગઈ હતી. એટલે પછી કોલીને તેને જંગલમાં મુકી દીધો હતો. પરંતુ તે પછી પણ ઉંદર પાછો ઘર તરફ વળ્યો હતો કારણકે તે ગાંજાનો વ્યસની બની ગયો હતો.

ગાંજો ખાતા આ ઉંદરની વાત લોકોને બહુ ગમી રહી છે. ફેસબુક પર પણ લોકો મોટા પ્રમાણમાં તેને લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ ઘટના પરથી એ શીખી શકાય કે, ગાંજો પીવો એ એક લત છે. તેનાથી બચીએ એટલું સારું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK