Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મધર ડેરી બાદ અમૂલે પણ વધાર્યા દૂધના ભાવ, ગ્રાહકોને મોટો ઝાટકો

મધર ડેરી બાદ અમૂલે પણ વધાર્યા દૂધના ભાવ, ગ્રાહકોને મોટો ઝાટકો

14 December, 2019 07:46 PM IST | Mumbai Desk

મધર ડેરી બાદ અમૂલે પણ વધાર્યા દૂધના ભાવ, ગ્રાહકોને મોટો ઝાટકો

મધર ડેરી બાદ અમૂલે પણ વધાર્યા દૂધના ભાવ, ગ્રાહકોને મોટો ઝાટકો


દેશની અગ્રણી દૂધ ઉત્પાદક કંપની મધર ડેરી અને અમૂલે શનિવારે કરોડો ગ્રાહકોને જબરજસ્ત ઝાટકો આપ્યો છે. સમાચાર એજન્સી પ્રમાણે, મધર ડેરીએ ત્રણ અને અમૂલે બે રૂપિયા પ્રતિ લીટર દૂધની કિંમત વધારી દીધી છે. નવી કિંમતો આજે રાતે 12 વાગ્યા પછીથી લાગૂ પાડવામાં આવશે. એટલે કે રવિવારે સવારે દૂધ ખરીદવા માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે.

અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. વધેલી કિંમતો ગુજરાત, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં 15 ડિસેમ્બરથી લાગૂ પાડવામાં આવશે. અમદાવાદમાં અમૂલ ગોલ્ડ 500 ml 28 રૂપિયામાં મળશે જ્યારે 500 ml અમૂલ તાઝા હવે 22 રૂપિયામાં મળશે. કંપનીએ અમૂલ શક્તિના ભાવ નથી વધ્યા. અમૂલ શક્તિ 500 ml 25 રૂપિયામાં જ મળશે.



મધર ડેરીઓ વધાર્યા દરેક પ્રકારના દૂધના ભાવ
મળતી માહિતી પ્રમાણે, મધર ડેરીના ટોકન અને પેકેટ મિલ્કના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ફુલ ક્રીમ દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. હવે તે 55 રૂપિયા પ્રતિ લીટર મળશે. તે એડધા લીટર દૂધ હવે 27 રૂપિયાને બદલે 28 રૂપિયામાં મળશે.


ટોન્ડ મિલ્કના ભાવમાં પણ ત્રણ રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમતો લાગૂ પડ્યા બાદ હવે 45 રૂપિયે પ્રતિ લીટર મળશે જ્યારે ડબલ ટોન્ડ મિલ્ક 36ને બદલે હવે 39 રૂપિયામાં મળશે. ગાયના દૂધના ભાવ પણ ત્રણ રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે. હવે તે રવિવારે 47 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે મળશે.

મે અને સપ્ટેમ્બરમાં વધ્યા હતા દૂધના ભાવ
આ પહેલા મે મહિનામાં પણ મધર ડેરીએ દૂધની કિંમતમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ગાયના દૂધના ભાવ પણ બે રૂપિયા પ્રતિ લીટર વધ્યા હતા. જણાવીએ કે દિલ્હી-એનસીઆરમાં 30 લાખ પ્રતિ લીટર મધર ડેરીના દૂધની ખપત હોય છે.


અન્ય દૂધ ઉત્પાદક કંપનીઓ પણ વધારી શકે છે કિંમત
મધર ડેરી અને અમૂલ પછી માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અન્ય દૂધ ઉત્પાદક કંપનીઓ પણ કિંમત વધારી શકે છે. કાંદા સહિત શાકભાજીઓની કિંમત વધવાથી લોકોને પોતાના ખિસ્સા હળવા કરવા પડશે. એવામાં લોકોના ઘરનું બજેટ પણ બગડી શકે છે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

દૂધની કિંમત વધારવાને કારણે લાગત મૂલ્ય વધશે એવું કહેવામાં આવ્યું છે. મધર ડેરી પ્રબંધનનું કહેવું છે કે ચારાની કિંમતમાં વધારો થવાને કારણે દૂધની ખરીદી માટે તેને ખેડૂતોને વધારે પેમેન્ટ કરવું પડે છે. આને કારણે દૂધની કિંમત વધારવી જરૂરી થઈ ગઇ હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 07:46 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK