Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રિટનમાં 80% મહિલાઓ રેપની ફરીયાદ કરતા જ નથી

બ્રિટનમાં 80% મહિલાઓ રેપની ફરીયાદ કરતા જ નથી

08 April, 2019 09:15 PM IST | બ્રિટન

બ્રિટનમાં 80% મહિલાઓ રેપની ફરીયાદ કરતા જ નથી

પ્રતિકાત્મક ફોટો

પ્રતિકાત્મક ફોટો


બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે બ્રિટનની મોટા ભાગનીમહિલાઓ રેપ કેસમાં પોલીસ ફરીયાદ કરતા જ નથી. કારણ કે તેમના પર અત્યાચાર કરનાર લોકો અંગે માહિતી આપવાની સ્થિતિમાં તે ખચકાટ અનુભવ કરે છે. તો એવું પણ માનવામાં આવે છે કે હુમલાખોરને ન્યાય આપવામાં પોલીસને સફળતા હાથ લાગશે નહીં.

1600 મહિલાઓને આવરીને સર્વે કરાયો
બ્રિટનના જાણીતા અખબાર ડેલી ટેલિગ્રાફે પેરેન્ટીંગ વેબસાઈટ મમ્સનેટને ટાકીને જણાવવામાં આવ્યું છે કે સર્વેના તારણ ખૂબ જ ચોંકાવનારા છે. ૧૬૦૦ મહિલાઓને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમા તમામ મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ૧૦ ટકા જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થઈ ચૂક્યો છે જ્યારે ૩૫ ટકાથી વધુ મહિલાઓ જાતિય અત્યાચારનો શિકાર થઈ ચૂકી છે. ભોગ બનેલી મહિલાઓ પૈકી મોટાભાગની મહિલાઓ માને છે કે પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળ થતી નથી. ૮૩ ટકા મહિલાઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી ન હતી. જ્યારે ૨૯ ટકા મહિલાઓએ તેમની સાથે શું થયું તે અંગે પણ પરિવાર અથવા તો મિત્રને વાત કરી નથી.

આ પણ જુઓ : રાજકોટની આ અભિનેત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં છે લોકપ્રિય

અભ્યાસ દરમિયાન અડધીથી વધુ મહિલાઓએ કહ્યું છે કે તેઓ તેમની સાથે થયેલા અત્યાચારને લઈને શરમ અથવા તો ગંભીર પ્રકારના ગુનાની લાગણી અનુભવ કરે છે. બે તૃતીયાંશ મહિલાઓ માને છે કે અપરાધી ઠેરવવાનો રેટ ઓછો હોવાથી તેઓ પોલીસ સમક્ષ ફરિયાદ કરતી
  નથી. સર્વેના ભાગરૂપે ૧૬૦૯ જેટલી મહિલાઓએ તેમના મત આપ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે કાયદાકીય વ્યવસ્થા, મીડિયા અને સમાજ મોટાભાગે બળાત્કારનો શિકાર થયેલી મહિલાઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવે છે. સહાનુભૂતિ પૂર્વકના વલણ નહીં હોવાના કારણે મહિલાઓ મોટાભાગે ફરિયાદ નોંધાવતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2019 09:15 PM IST | બ્રિટન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK