રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર, ત્રણથી વધુનાં મોત

અમદાવાદ | Apr 16, 2019, 18:14 IST

ગુજરાતમાં ઠેર-ઠેર ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદના લીધે મોતનાં કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર, ત્રણથી વધુનાં મોત
રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઉકળાટવાળા વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી છે. જો કે વરસાદના કારણે મોત થયું હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ત્રણથી વધુ લોકોનાં મોત વૃક્ષ પડવાની અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં થયા છે.

વિજાપુરના માલેસણા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. તો રાજકોટના પડધરીના ખાખડાબેલામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા એક મહિલા મોતને ભેટી છે. જ્યારે વિરમગામમાં પણ વીજળી પડવાના કારણે એક મહિલાનું મોત થયું છે.

આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો

રાજ્યના 10 જિલ્લાઓમાં પડ્યો વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર- કચ્છની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડ્યો. કેટલાક સ્થળોએ બરફનાં કરા પણ પડ્યા છે. રાજ્યમાં અચાનક પડેલા વરસાદે ખેડૂતોની પરેશાનીમાં વધારો કર્યો છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK