કાંદિવલીમાં ટ્રેન રદ કરવાની સચૂના મળતા મજૂરોનો હોબાળો, પાલઘરમાં પણ શ્રમિકોના ટોળા એકઠા થયા

Updated: May 21, 2020, 19:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઉત્તર પ્રદેશ માટે મુંબઈથી ટ્રેન રવાના થવાની હતી એટલે મજૂરોને મેદાનમાં ભેગા કરવામાં આવ્યા હતા, ટ્રેન કેન્સલ થઈ કે માત્ર અફવા જ હતી એ બાબતે રેલવે તરફથી કોઈ સ્પષ્ટતા નહીં

મેદાનમાં હજારોની સંખ્યામાં મજૂરો ભેગા થયા હતા
મેદાનમાં હજારોની સંખ્યામાં મજૂરો ભેગા થયા હતા

પોતાના ગામડે જવા માટે આજે બપોરે કાંદિવલીના મેદાનમાં ભેગા થયેલા લોકોમાં નાસભાગ થઈ હતી અને હોબાળો મચી ગયો હતો હતો. બોરીવલી સ્ટેશનથી ઉત્તર પ્રદેશની ટ્રેન જવાની છે તે માટે દસ્તાવેજોની તપાસ કરાવવા મજુરો મેદાનમાં ભેગા થયા હતા. પરંતુ પછી ટ્રેન રદ થવાના સમાચાર મળતા રોષે ભરાયેલા મજૂરોએ ભાગદોડ કરી મૂકી હતી.

ગુરૂવારે બપોરે પરપ્રાંતિય શ્રમિક મજૂરોને મહાવીર મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યા તેમના કાગળોની તપાસ કર્યા બાદ તેમને બસ દ્વારા બોરીવલી સ્ટેશન લઈ જવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ પહેલી ટ્રેન બોરીવલી સ્ટેશનથી જૌનપુર અને બીજી ટ્રેન વસઈથી જૌનપુર માટે રવાના થવાની હતી. પરંતુ આ દરમ્યાન ટ્રેન રદ કરવામાં આવી હોવાના સમાચાર આવતા મજુરો રોષે ભરાયા હતા અને હંગામાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે તેમને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પરિસ્થિતિ અંકુશમાં ન આવતા કેન્દ્રિય સુરક્ષા દળના જવાનોને બોલાવવાની જરૂર પડી હતી. ટ્રેનો રદ થવાની સુચના બાબતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, કઈ ટ્રેન ચલાવવી કે કઈ રદ કરવી એ રાજ્ય સરકારનો નિર્ણય છે અને આ બાબતે વધુ માહિતિ તેમના તરફથી જ આપવામાં આવશે.

ટ્રેન કેન્સલ થઈ કે માત્ર અફવા જ હતી એ બાબતે રેલવે તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

બીજી બાજુ પાલઘરના આર્યન સ્કૂલ મેદાનમાં પણ આ જ રીતે પ્રવાસી મજૂરોના ટોળા એકઠા થયા હતા. જેમાંથી મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ જતી ટ્રેન માટે રજીસ્ટ્રેશન કરાવવા પહોચ્યા હતા. ભીડમાં સતત થતા વધારાને ધ્યાનમાં રાખીને પોલીસે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પર રોક લગાવી હતી. પોલીસ તેમના નામ અને સરનામા લઈને એક ટોકન આપી રહી છે અને તેના આધારે જ તેમને ટિકિટો આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK