દેશમાં કોરોના રસીકરણના 11 દિવસ, આટલા આરોગ્ય કર્મચારીઓને અપાઈ વેક્સિન

Published: 27th January, 2021 08:42 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

દેશમાં સૌથી વધુ રસીના ડોઝ કર્ણાટકમાં આપવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1.36 લાખ લોકોને રસી આપવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) મહામારી સામે દેશ છેલ્લા એક વર્ષથી લડી રહ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસને હરાવવા માટે આખા દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન એટલે કે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તમામ સ્વાસ્થ્ય કર્મીઓનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યુ છે. 11 દિવસથી ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં 20 લાખથી આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનના અગિયારમાં દિવસે પાંચ રાજ્યમાં 5,615 લોકોને રસી આપવામાં આવી છે. જેમા તમિલનાડુમાં 4,926, કર્ણાટકમાં 429, રાજસ્થાનમાં 216, તેલંગાણામાં 35 અને આંધ્ર પ્રદેશમાં નવ લોકોને રસી આપવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં 20.29 લાખ લોકોએ રસી લીધી છે. દેશમાં સૌથી વધુ રસીના ડોઝ કર્ણાટકમાં આપવામાં આવ્યા છે. અહીં અત્યર સુધી 2.31 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ઓડિસામાં 1.77 લાખ, રાજસ્થાનમાં 162 લાખ અને મહારાષ્ટ્રમાં 1.36 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો: વૅક્સિન વેસ્ટેજ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે દેશમાં અત્યાર સુધીમાં 20.29 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે.

જ્યારે અન્ય એક અહેવાલ મુકબ કુલ 20,29,424 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK