ગુજરાત : BJPના ધારાસભ્યએ યુવકને જાહેરમાં લોખંડના સળીયાથી ફટકાર્યો

Published: 25th November, 2014 06:45 IST

ગુજરાત ભાજપના એક ધારાસભ્યએ નશામાં ધૂત એવા એક યુવાનને જાહેરમાં લોખંડના સળીયા વડે ઢોર માર માર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો હતો. જનપ્રતિનિધિ દ્વારા જ આચરવામાં આવેલા આ કૃત્યને લઈને વિવાદ સર્જાય તેવી શક્યતા છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જતાં ધારાસભ્ય અચાનક ગાયબ થઈ ગયાં હતાં.


kanti-amrutiyaઅમદાવાદ : તા. 25 નવેમ્બર

પોલીસના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યએ જ્યારે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો યુવાન નશાની હાલતમાં હતો અને તેણે હાથમાં તલવાર પકડેલી હતી. યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતુ.

ગુજરાતના મોરબી જીલ્લામાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જાહેરમાં એક યુવકને લોખંડના સળીયા વડે માર માર્યો હતો. સમગ્ર ઘટના ઘટનાસ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. બાદમાં આ વીડિયો સોશિયન નેટવર્કિંગ સાઈટ્સ અને વોટ્સઅપ પર જાહેર થઈ ગયો હતો. વીડિયોમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાની સાથો સાથ તેમના અંગરક્ષકો પણ લોખંડના સળીયા વડે યુવાનને ફટકારતા જોવા મળ્યાં હતાં. સમગ્ર દ્રશ્ય જોવા ઘટનાસ્થળે ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી.

જનતા દ્વારા ચૂંટાઈને વિધાનસભા પહોંચેલા જવાબદાર વ્યક્તિ દ્વારા જ આ પ્રકારનું વર્તન શોભનીય છે? એવી વાત લોકોમાં વહેતી થઈ હતી. સમાજનો રક્ષક જ ભક્ષક બને ત્યારે શું કરવું? તેવી ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે. સમગ્ર વીડિયોમાં ધાસાસભ્ય દ્વારા જ આચવામાં આવેલા કૃત્યને લઈને હોબાળો પણ ઉભો થાય તેવી શક્યતા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જે યુવકને માર મારવામાં આવે છે તેનું નામ જગદીશ લોખિમ છે. તે મોરબીની ઉમા ટાઉનશિપમાં નશાની હાલતમાં હતો. જગદીશના હાથમાં તલવાર પણ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય અમૃતિયા પણ ઘટના સ્થળે હાજર હતાં અને તેમણે જ પોલીસને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી તેમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી નશો કરવો અને હથિયાર સંબંધીત કાયદાનો ભંગ કરવાની જોગવાઈ હેઠળ યુવકની ધરપકડ કરી હતી. જ્યારે કાંતિ અમૃતિયાનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ગુમ થઈ ગયા હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK