મોરારીબાપુ વિઠ્ઠલ રાદડિયા પર શા માટે ઓવારી ગયા?

Published: Oct 05, 2014, 05:23 IST

પુત્રવધૂનું કન્યાદાન કરીને તેમણે સો કરોડ રૂપિયાનો કરિયાવર આપ્યો હતો: આવું સદ્કાર્ય કોઈ પણ કરે તો પોતે એ લગ્નપ્રસંગમાં હાજર રહેવાની ખાતરી આપી
૨૬ સપ્ટેમ્બરે પોતાના જ દિવંગત પુત્રની પત્નીનાં મૅરેજ કરાવીને તેને કન્યાદાનમાં સો કરોડ રૂપિયાની સંપત્તિ આપનારા ગુજરાતના જાણીતા ખેડૂતનેતા અને ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાના આ કાર્યથી પ્રખર રામાયણકાર મોરારીબાપુ ભારોભાર પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે ‘આ જે કોઈ સદ્કાર્ય થયું છે એ નમન કરવાયોગ્ય છે. આવું સુવિચારી પગલું જે કોઈ ભરે તે મને પણ જાણ કરે અને એ પુણ્યશાળી ક્ષણમાં ભાગીદાર બનાવે.’

આ ઘટના બની ત્યારે મોરારીબાપુની રામકથા છત્તીસગઢના દુર્ગ શહેરમાં ચાલતી હતી. રામકથા દરમ્યાન પણ તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પુણ્ય કરવા માટે દિશા નહીં, દૃષ્ટિ જોઈએ જે વાત પટેલનેતાએ પુરવાર કરી છે.

આ પ્રકારે કોઈ પણ શ્વશુર પક્ષ પુત્રવધૂની જિંદગીમાં નવી રોશની લાવવાનું કામ કરતો હશે તો પોતાને એ પ્રસંગમાં ઉપસ્થિત રહેવું બેહદ ગમશે એવું પણ મોરારીબાપુએ કહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK