રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

Published: 7th October, 2011 20:26 IST

સોમનાથમાં આવતી કાલથી શરૂ થનારી મોરારીબાપુની ૭૦૨મી રામકથા દરમ્યાન મોરારીબાપુ જમીન પર રહેવાને બદલે સોમનાથમાં આવેલી ત્રિવેણી નદીના એક ટાપુ જેવી જગ્યામાં રહેશે, જ્યાંથી તેઓ દરરોજ બોટમાં અવરજવર કરશે.

 

 

રશ્મિન શાહ

રાજકોટ, તા. ૭

રામકથા દરમ્યાન મોરારીબાપુનો વિશ્રામ સોમનાથમાં આવેલી ત્રિવેણી નદીના બેટ પર રહેશે અને દરરોજ બોટમાં અવરજવર કરશે

પત્રકારત્વ અને પત્રકારોને સમર્પિત કરવામાં આવેલી આ રામકથાના વરિષ્ઠ આગેવાન દીપક કક્કડે કહ્યું હતું કે ‘કુટિરથી કથા-સ્થળ સુધી બાપુને લાવવા અને પાછા લઈ જવા માટે એક ખાસ બોટની વ્યવસ્થા કરી છે. આ બોટની સુરક્ષા માટે એની આસપાસ બીજી બે બોટ રહેશે. આ ત્રણ બોટ સિવાય અન્ય કોઈ બોટને ત્રિવેણી નદીના આ બેટ પર જવાની મનાઈ કરવામાં આવી છે. બાપુ જે ટાપુ પર રહેવાના છે એ ટાપુની આસપાસ માછીમારોની બોટ રહેશે અને માછીમારો બાપુના ઉતારા એવા ટાપુની સુરક્ષા-વ્યવસ્થાનું ધ્યાન રાખશે.’


બાપુના ઉતારાથી કિનારા વચ્ચેનું અંતર અંદાજે એક નૉટિકલ માઇલ જેટલું છે. મોરારીબાપુ જે જગ્યાએ ઊતરવાના છે એ જગ્યા મોરારીબાપુની માલિકીની જ છે. આ જગ્યાએ મોરારીબાપુએ ઘર અને ગાર્ડન બનાવ્યું છે.
કૈલાસકથા દરમ્યાન નાના ભાઈ જગદીશભાઈ હરિયાણીનું અવસાન થયું હતું. એ પછીની બાપુની આ પહેલી રામકથા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK