મોરારી બાપુએ અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી!

Published: Jan 27, 2020, 14:19 IST | Rajkot

અમિત શાહની સરદાર પટેલ સાથેની મોરારી બાપુએ કરેલી સરખામણી યોગ્ય છે કે નહીં તે અંગે ગુજરાતીઓ પોતાનો મત આપી શકે છે. રામ કથાથી પ્રખ્યાત થયેલા મોરારી બાપુએ આ પહેલાં પણ મોદી શાહની સરકારના સમર્થનમાં વ્યાસપીઠ પરથી વિધાનો કર્યાં છે.


રાજકોટમાં વીરપુર ગામે અન્નક્ષેત્રમાં ચાલી રહેલા દ્વીશતાબ્દી મહોત્સવમાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું. 18મીથી શરૂ થયેલી રામ રવિવારે પુરી થવાની હતી. આ દરમિયાન મોરારી બાપુએ ગૃહમંત્રી અમિત શાહની સરખામણી સરદાર વલ્લભ ભાઇ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, "જે રીતે અમિત શાહ હિંમત પૂર્વક નિર્ણય લે છે તો જોઇને સરદાર પટેલની યાદ આવી છે." આ કથામાં ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલી રૂપાણી સાથે ઉપસ્થિત હતા.

મોરારી બાપુએ અહીં ન અટકતા પોતે અમિત શાહ સાથે કેટલા અંગત સંબંધ ધરાવે છે તેની પણ વાત કરી. અમિત શાહ જ્યારે પણ તેમને ફોન કરે ત્યારે બાપુ હું આપનો અમિત બોલું છું તેમ કહે છે. અમિત શાહે કાશ્મીર મુદ્દે સંસંદમાં ભાષણ આપ્યું ત્યારે મુઝ્ફ્ફર રજમીનો જે શેર ટાંક્યો હતો તે બાપુએ પણ વ્યાસપીઠ પરથી ટાંક્યો હતો, "ઇસ રાજ કો ક્યા જાને સાહિલ કે તમાશાઇ, હમ ડૂબ કે સમઝે હૈં દરિયા તેરી ગહરાઇ, ઇસ રાજ કો ક્યા જાને, 370 કો યહ લોગ ક્યા જાને."

સરદાર વલ્લભ ભાઇ પટેલને ભારતનાં બિસ્માર્ક કહેવાતા. બિસ્માર્કને કારણે જર્મનીનું યુનિફિકેશન થયું હતું અને સરદાર પટેલે પણ રાજ રજવાડાઓને ભારતનાં રાષ્ટ્નો હિસ્સો બનવા તૈયાર કર્યા હતા. અમિત શાહની સરદાર પટેલ સાથેની મોરારી બાપુએ કરેલી સરખામણી યોગ્ય છે કે નહીં તે અંગે ગુજરાતીઓ પોતાનો મત આપી શકે છે. રામ કથાથી પ્રખ્યાત થયેલા મોરારી બાપુએ આ પહેલાં પણ મોદી શાહની સરકારના સમર્થનમાં વ્યાસપીઠ પરથી વિધાનો કર્યાં છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK