ન જી ભરકે દેખા, ન કુછ બાત કી; બડી આરઝૂથી મુલાકાત કી

Published: 12th December, 2012 06:13 IST

અમદાવાદમાં ચાલી રહેલી રામકથામાં ગઈ કાલે મોરારીબાપુએ આવી એકથી એક ચડિયાતી શાયરીઓ અર્જ કરીને શ્રોતાઓને મોજ કરાવીઅમદાવાદની કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલી રામકથામાં ગઈ કાલે મોરારીબાપુ ખીલી ઊઠ્યાં હતા. બાપુએ એક પછી એક શેર-શાયરી અને ધૂનની મહેફિલ રજૂ કરીને જોરદાર જમાવટ કરી હતી. બાપુની ધૂનમાં સૌ ભાવિકો ભક્તિમય બની ગયા હતા.

ગુજરાત કૅન્સર સોસાયટીના લાભાર્થે કર્ણાવતી ક્લબ દ્વારા આયોજિત રામકથામાં મોરારીબાપુએ કથાનું રસપાન કરાવતા થોડો સત્સંગ કરી લઈએ તેમ કહીને સત્યમ, શિવમ, સુંદરમ..., રામકૃષ્ણ હરી, રામ કૃષ્ણ હરી..., હરે રામા રામા..,હરી મૌલા હરી મૌલા...,વાહે ગુરુ વાહે ગુરુ...,બુદ્ધં શરણંમ ગચ્છામિ...જેવી ધૂન ગાઈ હતી અને કથા મંડપમાં ઉપસ્થિત હજ્જારો ભાવિક શ્રોતાઓ પણ જોડાઈ ગયા હતા. સૂર-તાલની એવી ધૂન લાગી કે બસ સત્સંગ જામી ગયો અને પછી મોરારીબાપુ ખીલ્યા હતા. બાપુએ આ  શેર રજૂ કર્યા હતા-

જો પીને સે પહેલે કદમ લડખડાયે

યે કૈસી મય હૈ ઔર કૈસા મયકદા હૈ

તસબ્બુરમેં કોઈ બસતા નહીં હમ ક્યા કરે,

લૂટે દિલમેં દિયા જલતા નહીં હમ ક્યા કરે,

તેરે બિના કોઈ અચ્છા લગતા નહીં હમ ક્યા કરે


મોરારીબાપુ  કથા મંડપમાં સત્સંગની મહેફિલ જમાવી દીધી હતી. એક પછી એક શેર

અને ગઝલની રજૂઆત તેમ જ જુદા-જુદા ધર્મોની ધૂન ગાઈને બાપુ તો મોજમાં આવી જ ગયા, પણ કથા મંડપમાં ઉપસ્થિત ભાવિકોને પણ મોજ કરાવી દીધી. મોરારીબાપુના આ સ્વરૂપે અનેકને સરપ્રાઇઝ આપ્યું હતું.

હનુમાનજીને સ્નેહ ચડાવો, તેલ નહીં : મોરારીબાપુ

શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ ઉપર દૂધનો અભિષેક અને હનુમાનજીને ચડાવવામાં આવતા તેલના મુદ્દે અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં ચાલતી રામકથામાં ગઈ કાલે ઊઠેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વ્યાસપીઠ ઉપરથી મોરારીબાપુએ કહ્યું હતું કે ‘દૂધ શિવલિંગ ઉપર ચડાવવું એ શ્રદ્ધા છે, પણ અંગત રીતે મારો મત છે કે કોઈ દેવ-દેવીને દૂધ ચડાવી વ્યય કરવું એ ઠીક નથી. હનુમાનજીને સ્નેહ ચડાવો, તેલ નહીં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK