ગુજરાતમાં ૪૮ કલાકમાં ફરી ઍક્ટિવ થશે મૉન્સૂન

Published: 21st September, 2012 04:45 IST

વેલમાર્ક પ્રેશરને કારણે એકધારા ૧૨ દિવસ સુધી વરસાદ પડ્યા પછી પાંચ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ગઈ કાલથી નવું સાઇક્લોનિક પ્રેશર ઍક્ટિવ થયું છે,


જેને કારણે આવતા બે દિવસમાં ગુજરાતની મૉન્સૂન સિસ્ટમ નવેસરથી ઍક્ટિવ થવાની શક્યતા છે. એને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના ઊભી થઈ છે. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થઈ હોવાથી ગુજરાતનો દરિયો તોફાની બનવાના ચાન્સિસ છે.

ગુજરાતના ૩૭ તાલુકાઓમાં ગઈ કાલે હળવાં ઝાપટાંથી સવાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટમાં પડ્યો હતો; જ્યારે વેરાવળમાં એક, મહુવામાં અડધો, બારડોલીમાં દોઢ, બિલખામાં બે, અમરેલીમાં અડધો, વાઝડીમાં બે, સુરેન્દ્રનગરમાં અડધો, વઢવાણમાં એક, ધ્રાંગધ્રામાં એક, ચૂડામાં એક અને જેતપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK