ગુજરાત: વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં ભારે વરસાદ

Published: Jun 27, 2019, 08:23 IST | અમદાવાદ

હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી

ભારે વરસાદ
ભારે વરસાદ

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઇવે, સૅટેલાઇટ, જોધપુર, જીવરાજ પાર્ક, શિવરંજની, પાલડી, ઈસનપુર, નારોલ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં સરખેજમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, જેના કારણે ટ્રાફિક જૅમ અને વાહનચાલકો અટવાયા છે. આજે બપોરે શરૂ થયેલા વરસાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. એક કલાકમાં જ સરખેજ અને આસપાસના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં આગામી બે દિવસની ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાંથી 87.49 લાખની 12,371 ફેક કરન્સી ઝડપાઈ

અમરાઈવાડી ૧૩૨ ફુટના મૉડલ રિંગ રોડ પર આવેલી પોસ્ટઑફિસની સામે ભૂવો પડ્યો છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે પડેલા ભૂવાના બસો મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. જોકે આ ભૂવાને હજી સુધી બૅરિકેડ નથી કરાયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK