Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાનની ઑફિસનું એકહથ્થુ શાસન અર્થતંત્ર માટે નુકસાનકારક : શિવસેના

વડા પ્રધાનની ઑફિસનું એકહથ્થુ શાસન અર્થતંત્ર માટે નુકસાનકારક : શિવસેના

11 December, 2019 11:17 AM IST | Mumbai

વડા પ્રધાનની ઑફિસનું એકહથ્થુ શાસન અર્થતંત્ર માટે નુકસાનકારક : શિવસેના

શિવસેના

શિવસેના


(પી.ટી.આઇ.) શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકના તંત્રીલેખમાં રાષ્ટ્રના નિર્ણયો લેવામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ)નો એકહથ્થુ વહીવટ દેશના નબળા અર્થતંત્રનાં મુખ્ય કારણોમાંનો એક છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિને સુધારવા માટે કોઈ પગલાં લેતા નથી. કાંદાના ભાવ વધે તો નાણાપ્રધાન કહે છે કે ‘હું કાંદા-લસણ ખાતી નથી, તમે પણ ન ખાઓ અને મને એ બાબતના સવાલ ન પૂછો.’

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

‘સામના’ના તંત્રીલેખમાં રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવતાં જણાવવામાં આવ્યું હતું કે ‘બીજેપીના શાસકો અર્થશાસ્ત્રીઓને સાંભળવા ઇચ્છતા નથી. તેઓ અર્થતંત્રને શૅરબજારનો સટ્ટો સમજે છે. ભારતના વૃદ્ધિદરની ગતિ મંદ પડતાં અર્થતંત્ર અસ્વસ્થ થયું છે, કારણ કે બધી સત્તા પીએમઓમાં કેન્દ્રિત છે. પ્રધાનોના હાથમાં કોઈ સત્તા નથી. ગયા જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાનો વૃદ્ધિદર છ વર્ષમાં સૌથી ઓછો ૪.૫ ટકા હતો. ફુગાવો વધવા સાથે માગ ઘટે તો મોટો ભય ઊભો રહે છે. દેશના અર્થતંત્રની હાલની સ્થિતિ માટે જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને જવાબદાર ગણી ન શકાય’


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2019 11:17 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK