કૉલેજિયન યુવતીઓનો છડેચોક વિનયભંગ કરનારની ધરપકડ

Published: Oct 11, 2020, 13:17 IST | Mumbai correspondent | Mumbai

યુવતીઓએ તેને રસ્તો બતાવ્યો હતો અને બેથી ત્રણ મિનિટમાં તમે ત્યા પહોંચી જશો એમ કહ્યું હતું. એ સમયે આરોપીએ પૅન્ટની ઝિપ ખોલીને ગુપ્તાંગ બતાવતાં યુવતીઓ ગભરાઈ ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિદ્યાવિહાર-ઈસ્ટમાં સોમૈયા કૉલેજના મેઇન ગેટ સામે ગઈ કાલે બપોરે એક મોટરિસ્ટે બે યુવતીઓનો વિનયભંગ કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ ટિળકનગર પોલીસે સીસીવી કૅમેરાના ફુટેજના આધારે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો. આરોપી દારૂના નશામાં હોવાથી તેણે બે યુવતીની છેડતી કરી હોવાનું તપાસમાં જણાયું હતું.
ટિળકનગર પોલીસ-સ્ટેશનનાં ઇન્ચાર્જ લતા સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે યુવતી બપોરે અઢી વાગ્યે ઝેરોક્સ કરાવવા કૉલેજ-કૅમ્પસની બહાર ગઈ હતી ત્યારે હૉન્ડા સિટી કારમાં બેસેલા ૨૭ વર્ષના દારૂના નશામાં ચૂર બિટુ પાલસિંહ પારચાએ પહેલાં તો તેમને કારના કાચ નીચે કરીને ઊભી રાખી વિદ્યાવિહાર સ્ટેશનનો રસ્તો પૂછ્યો હતો અને કેટલી વાર લાગશે એમ પૂછ્યું હતું. યુવતીઓએ તેને રસ્તો બતાવ્યો હતો અને બેથી ત્રણ મિનિટમાં તમે ત્યા પહોંચી જશો એમ કહ્યું હતું. એ સમયે આરોપીએ પૅન્ટની ઝિપ ખોલીને ગુપ્તાંગ બતાવતાં યુવતીઓ ગભરાઈ ગઈ હતી. આરોપી તરત જ ત્યાંથી કારમાં નાસી ગયો હતો. યુવતીઓએ ત્યાર બાદ અમને ફરિયાદ કરી હતી. અમે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરીને તેની કારનો નંબર મેળવ્યો હતો અને ત્યાર બાદ આરોપીને વિદ્યાવિહાર-ઈસ્ટના જ મોહનનગરમાંથી ઝડપી લઈને તેની સામે વિનયભંગનો ગુનો નોંધ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK