ભાગવતનો ઈમરાન ખાન પર પ્રહાર, કહ્યું- પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે સંઘને કોસે છે

Published: Oct 08, 2019, 18:19 IST | નવી દિલ્હી

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઈમરાન ખાન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે તેઓ સંઘને કોસે છે.

મોહન ભાગવત
મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે સંઘને કોસી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાને પણ આ શીખી લીધું છે. એટલું જ નહીં તેમણે જમ્મૂ કશ્મીરના અનુચ્છેદ-370 હટાવવા માટે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે સરકારમાં જન ભાવનાઓનું સન્માન કરવાનું સાહસ છે.

સંઘ પ્રમુખે ઈમરાન ખાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેટલાક લોકો ઈચ્છે છે કે રાષ્ટ્ર વિકાસ ન કરે. તેમને ભારતની સફળતા નથી પચી રહી. એવામાં લોકોની તરફથી કહેવામાં આવ્યું કે જનસંઘની સ્થાપના હિટલર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો પર કરવામાં આવી હતી. તે લોકો સંઘ વિશે જાણકાર વગર દુષ્પ્રચાર કરે છે. ઈમરાન ખાન પણ આ વાત શીખી ગયા છે. આ તેમની કુટિલ માનસિકતાને દર્શાવે છે.

સંઘ પ્રમુખે કહ્યું કે ભારતને આગળ વધતા જોઈને કેટલાક લોકોમાં ડર પેદા થઈ રહ્યો છે. આવી શક્તિઓ ભારતને સંપન્ન નથી થવા દઈ રહ્યો. અમારી સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલાથી વધારે સારી થઈ છે. દેશમાં આતંકી હુમલામાં કમી આવી છે. આટલું જ નહીં ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે. અમારી સેનાની તૈયારી, અમારા શાસનની સુરક્ષા નીતિ તથા અમારા આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ સારી થઈ છે.

જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા પોતાના ભાષણમાં ઈમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પાયા વિહોણા આરોપા લગાવ્યા હતા કે તેની સ્થાપના હિટલરના સિદ્ધાંતો પર કરવામાં આવી હતી. ઈમરાન ખાને વૈશ્વિક મંચનો દુરૂપયોગ કરતા ભારતની સામે યુદ્ધની ધમકી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK