મોદી નહીં બની શકે ટાઇમ મૅગેઝિનના પર્સન ઑફ ધ યર

Published: 9th December, 2014 05:13 IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન ‘ટાઇમ’ મૅગેઝિનના ‘પર્સન ઑફ ધ યર’ નહીં બની શકે. મૅગેઝિને બહાર પાડેલી આઠ ફાઇનલિસ્ટોની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ નથી. આ માટે કરાવવામાં આવેલા સર્વેનું વોટિંગ રવિવારે બંધ થયું હતું.

એ પછી નરેન્દ્ર મોદી ૧૬.૨ ટકા મત સાથે પહેલા નંબરે હતા. ફગ્યુર્સનના વિરોધ પ્રદર્શનકર્તાઓ ૯.૨ ટકા વોટ સાથે બીજા નંબરે હતા. એનો અર્થ એ થયો કે અન્ય પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં નરેન્દ્ર મોદી આગળ હતા, પણ ‘ટાઇમ’ મૅગેઝિનની એક્સપર્ટ પૅનલે નરેન્દ્ર મોદીને ‘પર્સન ઑફ ધ યર’ બનવાને લાયક નથી સમજ્યા. જે આઠ લોકોનાં નામ ફાઇનલ યાદીમાં છે એમાં પૉપસિંગર ટાઇલર સ્વિફ્ટ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, ફગ્યુર્સનના વિરોધ પ્રદર્શનકર્તાઓ, ઍપલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ટિમ કુક, ચીની કંપની અલીબાબાના સ્થાપક જૅક મા, નૅશનલ ફૂટબૉલ લીગના કમિશનર રૉજર ગુડેલ, ઇરાકના રાષ્ટ્રપતિ મસૂદ બારજાની અને એબોલા વાઇરસથી બીમાર લોકોની સેવા કરતા આરોગ્ય-કર્મચારીઓનો સમાવેશ છે. ‘પર્સન ઑફ ધ યર’નું નામ આજે જાહેર કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK