આ નવા કાર્યક્રમ મુજબ ૧૪ નવેમ્બરે પાટણમાં, ૧૭મીએ માણસામાં, ૧૮મીએ બોડેલી અને ૨૦મીએ પોરબંદરમાં સદ્ભાવના ઉપવાસ કરવા. આ ચાર દિવસોની વચ્ચેના દિવસોમાં મુખ્ય પ્રધાન રાબેતા મુજબ કામ પણ ચાલુ રાખવાના છે. સાત જ દિવસમાં મુખ્ય પ્રધાને ચાર દિવસ ઉપવાસની તૈયારી કરી એટલે ગુજરાત બીજેપીએ નક્કી કર્યું છે કે જો ડૉક્ટરની પરમિશન હશે તો જ આ ઉપવાસ કરવા દેવામાં આવશે. ગુજરાત બીજેપીના સિનિયર નેતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આજે સાંજે ડૉક્ટરનો રિપોર્ટ આવશે એ પછી મીટિંગ કરીને કયા-કયા દિવસે ઉપવાસ કરવા એ નક્કી કરવામાં આવશે.
શરૂઆતમાં એક જ પણ પછી ત્રણ નવા જિલ્લામાં ઉપવાસ કરવાનું નક્કી કરવા માટે એવું માનવામાં આવે છે કે મુખ્ય પ્રધાન કોઈ પણ ભોગે એપ્રિલ-મે મહિના પહેલાં ગુજરાતમાં પોતે કરવાના છે એ ૩૬ સદ્ભાવના ઉપવાસ પૂરા કરવા માગે છે અને એના માટે તેમણે દર મહિને ઓછામાં-ઓછા છ ઉપવાસ કરવા પડે.
બ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
3rd March, 2021 14:55 ISTનરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અનપ્લેયેબલ હતી : ધીરજ પરસાણા
3rd March, 2021 10:00 ISTજે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTવૅક્સિન લેવા મમ્મી-પપ્પાને ઇન્સ્પાયર કર્યાં મોદીએ
2nd March, 2021 07:21 IST