એશિયાના સૌથી મોટા સોલર પાવરપ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી કટિબદ્ધતા
સોલર પાવર ક્ષેત્રે કાર્યરત મોઝર બેર ગ્રીન એનર્જી કંપનીએ ૩૨૦ એકરમાં ઉત્તર ગુજરાતના રણના સીમાડે આવેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગૂંઠાવાડા ગામમાં ૪૬૫ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી સૂર્યશક્તિ સંચાલિત વીજપ્રકલ્પ ચાર મહિનામાં કાર્યરત કર્યો છે, જેની વીજઉત્પાદનક્ષમતા ૩૦ મેગાવૉટ છે.
ઉત્તર ગુજરાતમાં એશિયાના સૌથી મોટા સોલર પાવરપ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા બાદ કહ્યું હતું કે ગુજરાત સરકારે પ્રકૃતિદત્ત ઊર્જાસંસાધનો અને સ્રોતોના મહત્તમ ઉપયોગ દ્વારા દેશની વીજસમસ્યાના ઉકેલ માટેની પહેલ કરી છે અને ઉત્તર ગુજરાતની મરુભૂમિ પર જમીન અને સૂર્યશક્તિનો સમન્વય કરીને દુનિયાનો સૌથી મોટો સોલર પાવર પાર્ક સ્થાપવામાં આગળ વધી રહી છે.
નરેન્દ્ર મોદીએ આ તબક્કે કહ્યું હતું કે સમગ્ર દેશમાં આજે વીજઉત્પાદન માટેના પ્રોજેક્ટ ચાલુ કરવા ઈંધણરૂપે કોલસાની અછતથી ભારત પર અંધકારના ઓળા ઊતરવાની ભીતિ ડરાવે છે ત્યારે આગવી પહેલ કરીને સૂર્યશક્તિથી વીજળી પેદા કરવાનો એશિયાનો સૌથી મોટો સૂર્યઊર્જાનો વીજપ્રોજેક્ટ પણ ચારણકામાં ગુજરાત જ બનાવી રહ્યું છે. તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભારત સરકાર સૂર્યઊર્જા વિશેની નીતિ બનાવ્યા પછી પણ પાંચ મેગાવૉટ સૌરઊર્જાના વીજળીપ્લાન્ટ શરૂ નથી કરી શકી ત્યારે ગુજરાતે સૂર્યશક્તિનો મહત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે.
આ સમારંભમાં મોઝર બેર ગ્રીન એનર્જી કંપનીના અધ્યક્ષ દીપક પુરી અને પ્રોજેક્ટ ચૅરમૅન રતુલ પુરી ઉપરાંત ગુજરાત સરકારના પ્રધાનમંડળના ફકીર વાઘેલા, લીલાધર વાઘેલા, પરબત પટેલ તેમ જ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ આજે
2nd March, 2021 10:48 ISTલવ જિહાદના મુદ્દે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક લાવશે ગુજરાત સરકાર
2nd March, 2021 10:43 ISTકેશુભાઈ પટેલને મેં જ દગો આપ્યો એની પીડા મેં ભોગવી
2nd March, 2021 10:39 ISTકચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી
2nd March, 2021 10:27 IST