Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 69% વોટિંગ

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 69% વોટિંગ

17 December, 2012 03:57 AM IST |

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 69% વોટિંગ

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 69% વોટિંગ







અગાઉ 13મી ડિસેમ્બરના રોજ યોજાયેલી પ્રથમ તબક્કાની અને આજે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આગામી 20મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.રાજ્યનું સરેરાશ મતદાન રેકોર્ડબ્રેક 69 ટકા રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યનું સરેરાશ મતદાન 70.5 ટકા રહેવા પામ્યું હતું.

પ્રથમ તબક્કાની માફક આજે બીજા તબક્કામાં પણ મતદાન કરવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા ભાગના મતદાન મથકો પર સવારથી લઈને સાંજ સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુજરાતમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પંચમહાલના ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ પર થયેલી ફાઈરીંગની ઘટનાને બાદ કરતા એકંદરે શાંત રહ્યું હતું.



વોટિંગની હાઈલાઈટ્સ

- રાજ્યમાં સરેરાશ 69% મતદાન

- અમદાવાદની 17 બેઠકો પર રેકોર્ડ બ્રેકિંગ મતદાન


- 2002-2007નો રેકોર્ડ તુટ્યો

- એલ.કે અડવાણી વોટ કરવા ગુજરાત પહોંચ્યાં

- પંચમહાલની શહેરા બેઠક પરના ભાજપના જેઠાભાઈ ભરવાડ પર ફાયરિંગ

- 8 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાના સમાચાર

- નરેન્દ્ર મોદી વોટિંગ કરીને ખાનપુર બીજેપી કાર્યલયમાં પહોંચ્યા

- નરહરિ અમીન અને અમિત શાહે પણ વોટિંગ કર્યું

- અર્જુન મોઢવાડિયાની લોકોને અચૂક મતદાન કરવાની અપીલ

- શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરથી કર્યું મતદાન

- શ્વેતા ભટ્ટે પતિ સંજીવ ભટ્ટ સાથે કર્યું મતદાન

- કમલા બનિવાલે કર્યું મતદાન

- અરૂણ જેટલીએ કર્યું મતદાન

જુઓ ક્યાં થયું કેટલું મતદાન ( 3 વાગ્યા સુધીમાં)

જિલ્લો - મતદાન

અમદાવાદ - 56.8%

વડોદરા : 56%

દાહોદ - 55 %

કચ્છ - 51% 

સાબરકાંઠા - 56%

બનાસકાંઠા - 59%

મહેસાણા - 54%

આણંદ - 58%

ગાંધીનગર - 61%

જુઓ ક્યાં થયું કેટલું મતદાન (1 વાગ્યા સુધીમાં)

જિલ્લો - મતદાન

પાટણ - 42%

કચ્છ - 32%

પંચમહાલ - 42%



અમદાવાદ :  ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલા, બીજેપી સરકારના પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે વોટિંગ મશીનમાં સીલ થશે.

૧૨ જિલ્લામાં વોટિંગ

ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી અનીતા કરવલે કહ્યું હતું કે બીજા તબક્કાનું મતદાન આજે ગુજરાતના ૧૨ જિલ્લાની ૯૫ બેઠકો માટે ૨૩,૩૧૮ મતદાન મથકો ઉપર યોજવામાં આવશે. ૯૫ બેઠકો માટે કુલ ૮૨૦ ઉમેદવારો છે.

 કયા નેતાઓ મેદાનમાં

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મણિનગરની બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝુકાવ્યું છે તો તેમની સામે કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવાર શ્વેતા ભટ્ટ છે. આ ઉપરાંત કૉન્ગ્રેસના ચૂંટણી કૅમ્પેન સમિતિના ચૅરમૅન અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા કપડવંજ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ), કૉન્ગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ (ડભોઈ), બીજેપી સરકારના પ્રધાનમંડળના જયનારાયણ વ્યાસ (સિદ્ધપુર), ફકીર વાઘેલા (વડગામ), રમણ વોરા (ઈડર), આનંદી પટેલ (ઘાટલોડિયા), પ્રદીપસિંહ જાડેજા (વટવા) સહિતના પ્રધાનો અને અગ્રણીઓ ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં સવારે મતદાન કર્યું હતું. નરેન્દ્ર મોદી ઉપરાંત પૂર્વ નાયબ વડા પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી સહિતના નેતાઓએ પણ મતદાન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2012 03:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK