મોદી ને તેમનાં પત્નીની વાતો જાહેર થશે તો પગ નીચેથી જમીન સરકી જશે : કૉન્ગ્રેસ

Published: 31st October, 2012 02:54 IST

થરૂરનાં પત્ની વિશેની મોદીની કૉમેન્ટને લઈને સર્જાયેલા વિવાદમાં ઝુકાવતા ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ મોઘમમાં કહ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની જશોદાબહેનની કેટલીક અંગત બાબતો જાહેર થાય તો તેમના પગ નીચેથી ધરતી સરકી જાય એમ છે, પરંતુ કોઈની અંગત બાબતોમાં ન પડવું જોઈએ કે ટીકા-ટિપ્પણી ન કરવી જોઈએ એટલી સંસ્કારિતા અને શાલિનતા કૉન્ગ્રેસ ધરાવે છે.


પત્રકારો સાથે વાત કરતાં મોઢવાડિયાએ કહ્યું હતું કે નીરા રાડિયા ગુજરાતમાં આવીને ૩૩ હજાર કરોડ રૂપિયા લઈ ગઈ છે એ બાબતે મુખ્ય પ્રધાન કેમ ખુલાસો કરતા નથી? ગુજરાતના મુખ્ય પ્રધાનની વિરુદ્ધમાં મફતભાઈ પટેલ તથા હરિશ્ચંદ્રભાઈએ લખેલી ચિઠ્ઠીઓ વિશે ઉલ્લેખ કરતાં મોઢવાડિયાએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે જો આ પત્રવ્યવહાર જાહેર થાત તો મુખ્ય પ્રધાનનો સાચી બાબતોનો અંદાજ ગુજરાતની અને દેશની જનતાને આવી શકે એમ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK