નરેન્દ્ર મોદીનું નવું મંત્રીમંડળ, ગૃહ ખાતું પોતાની પાસે રાખ્યું

Published: 30th December, 2012 03:57 IST

નીતિન પટેલ નવા નાણાપ્રધાન, ભૂપેન્દ્રસિંહને શિક્ષણ અને બોખીરિયાને જળસંસાધન, આનંદી પટેલને મહેસૂલ ખાતું યથાવત્ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગઈ કાલે ગાંધીનગરમાં મળેલી ગુજરાત રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રધાનોને તેમના વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. નીતિન પટેલને નાણા ખાતું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણખાતું અને બાબુભાઈ બોખીરિયાને જળસંપત્તિ ખાતું સોંપવામાં આવ્યું છે. આનંદી પટેલને મહેસૂલ ખાતું અને સૌરભ પટેલને ઊર્જા ખાતું યથાવત્ રાખવામાં આવ્યું છે.

કયા પ્રધાનો પાસે કયો વિભાગ?


મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ક્લાઇમેટ ચેન્જ, બંદર, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, સાયન્સ-ટેક્નૉલૉજી, તમામ નીતિઓ અને કોઈ પ્રધાનને ન ફાળવેલા હોય એવા તમામ વિભાગો અને બાબતો

કૅબિનેટ પ્રધાનો

નીતિન પટેલ : નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવારકલ્યાણ, વાહનવ્યવહાર

આનંદી પટેલ : મહેસૂલ, દુકાળ-રાહત, જમીનસુધારણા, પુન: વસવાટ, પુન: નિર્માણ, માર્ગ-મકાન, પાટનગર યોજના, શહેરી વિકાસ, શહેરી ગૃહનિર્માણ

રમણલાલ વોરા : સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ - સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), રમતગમત, યુવા પ્રવૃત્તિઓ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ) ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબત, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ

સૌરભ પટેલ : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ અને ખનિજ, કુટિરઉદ્યોગ, મીઠાઉદ્યોગ, છાપકામ, લેખનસામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

ગણપત વસાવા : વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ, વૈધાનિક અને સંસદીય બાબતો

બાબુભાઈ બોખીરિયા:

જળસંપત્તિ (કલ્પસર સિવાય), પાણીપુરવઠો, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન

રાજ્યકક્ષાના પ્રધાનો

પુરુષોત્તમ સોલંકી : શ્રમ અને રોજગાર

પરબત પટેલ : આરોગ્ય અને પરિવારકલ્યાણ, વાહનવ્યવહાર

વસુ ત્રિવેદી : શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ

પ્રદીપસિંહ જાડેજા : કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ટૂરિઝમ, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ

લીલાધર વાઘેલા : પશુપાલન, મત્સ્યોધોગ, ગૌસંવર્ધન, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ

રજનીકાંત પટેલ : ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી

ગોવિંદ પટેલ : કૃષિ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, વન અને પર્યાવરણ

નાનુ વાનાણી : પાણીપુરવઠો, જળસંપત્તિ (કલ્પસર સિવાય)

જયંતી કવાડિયા : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK