કાણાં નાણાં ધરાવતા 3 નામો જાહેર, એક નામ રાજકોટનાં ખાતેદારનું

Published: 27th October, 2014 06:37 IST

વિદેશી બેંકોમાં કાળા નાણાં જમા કરાવનારા ભારતીયોના નામ કેન્દ્રની મોદી સરકારે જાહેર કર્યા હતાં. સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા પૂરક સોગંધનામામાં પ્રથમ તબક્કામાં ત્રણ નામ જાહેર કરવામાં હતાં. જેમાં એક નામ ગુજરાતના રાજકોટના પંકજ ચમનલાલનું હતું.
નવી દિલ્હી : તા. 27 ઓક્ટોબર


બાકીના બે નામોમાં ડાબર ગ્રુપના નિર્દેશક પ્રદીપ બર્મન અને ગોવાના ખાણકામ સાથે સંકળાયેલા વ્યાપારી રાધા ટિબ્બલૂનું નામ શામેલ છે. આ ત્રણેય વિરૂદ્ધ પુરતા પુરાવા હાથ લાગ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેયના માનો સર્વોચ્ચ મંત્રાલયમાં પણ જાહેર કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત સરકાર સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવેલા પૂરક સોગંધનામામાં એ બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે એ વાતનું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જેમના ખાતાઓની તપાસ ઈન્કમ ટેક્ષ કાયદાને અંતર્ગત શરૂ કરવામાં આવી હતી, તેમના નામનો ખુલાસો નહીં થાય. આ સોગંધનામામાં જે ત્રણ વ્યક્તિઓના નામ જણાવવામાં આવ્યા હતાં તેમની વિરૂદ્ધ વિદેશી બેંકોમાં ગોપનીય રીતે પૈસા રાખવાના ગુનામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમ જેમ વધુ લોકો આ તપાસના દાયરામાં આવશે સરકાર બીજા વધુ નામોનો ખુલાસો સુપ્રીમ કોર્ટ સમક્ષ કરશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએની સરકારે આજે ઘણા વર્ષોથી ગાજતા આવેલા કાળાં નાણાં ધારકોના નામ જાહેર કરવાનું સકારાત્મક પગલું ભર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે પ્રથમ તબક્કાની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ત્રણ નામનો સમાવેશ થાય છે. તેમાં પહેલું નામ છે રાજકોટના પંજક ચમનલાલનું. જ્યારે બીજું નામ ડાબર ગ્રુપના નિર્દેશક પ્રદીપ બર્મનનું છે. ત્રીજું નામ ગોવાના ખાણકામના વ્યાપારી રાધા ટિમ્બલૂનું છે. ત્રણ નામ જાહેર થતા જ દેશભરમાં હલચલ મચી જવા પામી હતી. ત્રણેયમાં કોના કેટલા નાણાં, કયા દેશની અને કઈ કઈ બેંકમાં જમા છે તેની વિગતો હજી બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી અરૂણ જેટલી આ અગાઉ એ વાતના સંકેત આપી ચુક્યા છે કે યૂપીએ સરકારના મંત્રી અને  કોંગ્રેસના નેતાઓના નામ પણ કાળાં નાણાં ધારકોમાં શામેલ છે.

કેન્દ્ર સરકારનો મત છે કે કાળા નાણાંના કેસમાં કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધર્યા વગર નામોનો ખુલાસો કરવો વ્યક્તિના અંગત અધિકારનું ઉલ્લંઘન ગણાશે. આરબીઆઈના નિયમ પ્રમાણે કોઈ પણ ભારતીયને એ બાબતને અધિકાર છે કે તે દર વર્ષે વિદેશી બેંકોમાં કાયદેસર રીતે નાણાં જમા કરાવી શકે છે અને તેની મર્યાદા 1 લાખ 25 હજાર ડૉલર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK