વડા પ્રધાન મોદીએ ભ્રષ્ટ અધિકારીઓની ત્રીજી યાદી તૈયાર કરી

Published: Jun 24, 2019, 09:10 IST | નવી દિલ્હી

ભ્રષ્ટ અધિકારીઓની નવી, ત્રીજી યાદીમાં આશરે ૫૦-૬૦ અધિકારીઓનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એની બીજી મુદતમાં કેન્દ્રીય ભ્રષ્ટાચારી હોય, મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરતા હોય તેમ જ વ્યવસ્થિત રીતે કામ ન કરતા હોય એવા અધિકારીઓ માટે વધારે કડક બની રહી છે. એવા અધિકારીઓની એક વધુ-ત્રીજી યાદી તૈયાર કરાઈ છે.

આગલી બે યાદીમાં ૨૭ આઇઆરએસ (ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસ) અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારીઓનાં નામ હતાં. એમની સામે પગલાં લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

પહેલાં ઈન્કમ ટૅક્સ વિભાગના સિનિયર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ સરકારે કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગના ૧૫ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપસર નોકરીમાંથી બરતરફ કર્યા હતા.

આ પણ વાંચો : રાજસ્થાન: રામકથા દરમ્યાન પવન સાથેના વરસાદથી ટેન્ટ તૂટી પડ્યો 14 જણનાં મોત

ભ્રષ્ટ અધિકારીઓની નવી, ત્રીજી યાદીમાં આશરે ૫૦-૬૦ અધિકારીઓનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે. સરકારે તમામ મંત્રાલયો તથા જાહેર ક્ષેત્રની કંપનીઓના સંચાલકોને કહ્યું છે કે તેઓ દર મહિને એવા અધિકારીઓનાં નામ આપે, જેમને નિશ્ચિત મુદત કરતાં વહેલા નિવૃત્તિ આપી દેવામાં આવશે. સરકાર આ જ રીતે ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)ના ભ્રષ્ટ અને કામ કરવામાં અવળચંડાઈ કરતા અધિકારીઓને બરતરફ કરવાની છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ૫૦-૬૦ જેટલા વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓનાં નામ સરકારને જણાવ્યા છે અને એમની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે એક અલગ વિભાગની પણ રચના કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK