Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શશી થરૂરની 50 કરોડની ગર્લફ્રેન્ડ : નરેન્દ્ર મોદી

શશી થરૂરની 50 કરોડની ગર્લફ્રેન્ડ : નરેન્દ્ર મોદી

31 October, 2012 05:31 AM IST |

શશી થરૂરની 50 કરોડની ગર્લફ્રેન્ડ : નરેન્દ્ર મોદી

શશી થરૂરની 50 કરોડની ગર્લફ્રેન્ડ : નરેન્દ્ર મોદી






કેન્દ્રીય કૅબિનેટમાં રવિવારે જ સામેલ થયેલા કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કરેલી કમેન્ટનો જવાબ આપતાં કહ્યું હતું કે મારી પત્ની તમારા ૫૦ કરોડ કરતાં પણ વધારે કીમતી છે અને એ સમજવા માટે તમારે કોઈને પ્રેમ કરવો પડશે.


હિમાચલ પ્રદેશના મંડીમાં ચૂંટણીસભાને સંબોધતાં મોદીએ શશી થરૂરને ટોણો મારતાં કહ્યું હતું કે ‘વાહ, ક્યા ગર્લફ્રેન્ડ હૈ. આપને કભી દેખી હૈ ૫૦ કરોડ કી ગર્લફ્રેન્ડ?’


ગયા વર્ષે શશી થરૂરે વગની મદદથી કોચીની આઇપીએલ ટીમમાં પોતાની પત્ની સુનંદા પુષ્કરને મોટો હિસ્સો અપાવ્યો હતો. બાદમાં આ મુદ્દે વિવાશ્વ થતાં તેમણે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. મોદીએ આ સંદર્ભમાં જ સોમવારે થરૂર પર કટાક્ષ કર્યો હતો. શશી થરૂરને માનવસંસાધન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK