ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

Published: 26th August, 2012 04:55 IST

જર્મનીની જાણીતી મૉડલ સબીના બેગને દાવો કર્યો છે કે ત્રણ વખત ઇટલીના વડા પ્રધાન રહી ચૂકેલા સિલ્વિયો બલુર્સ્કોની થકી તે પ્રેગ્નન્ટ થઈ હતી.

berlusconi-modelઅગાઉ બેગનના બાળકના પિતા ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન છે એવી અફવા વહેતી થઈ હતી. જોકે હાલમાં એક મુલાકાત દરમ્યાન ૩૮ વર્ષની મૉડલે સ્વીકાર્યું છે કે બલુર્સ્કોનીને કારણે જ તે પ્રેગ્નન્ટ થઈ હતી. ૭૫ વર્ષના બલુર્સ્કોનીએ જોકે જર્મન મૉડલ અને ટીવી-ઍક્ટ્રેસના એ દાવા સંદર્ભે જવાબ આપવાનું ટાળ્યું હતું.

 

રંગીલા સ્વભાવ માટે જાણીતા બલુર્સ્કોની પોતાના ઘરે અવારનવાર પાર્ટીઓ યોજતા હતા. સબીના બેગન તેમની પાર્ટીઓમાં અચૂક હાજરી આપતી હતી. એક મુલાકાત દરમ્યાન બેગને બેધડક સ્વીકાર્યું હતું કે બલુર્સ્કોની સાથે તેને જાતીય સંબંધો હતા.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK