મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યમાં કોવિડ-19ના ટેસ્ટિંગ માટે મોબાઇલ લૅબોરેટરી ઉપલબ્ધ કરાશે. માત્ર ૪૯૯ રૂપિયામાં આ મોબાઇલ લૅબોરેટરી એક દિવસમાં ૩૦૦૦ ટેસ્ટ કરી શકે છે તેમ જ ૨૪ કલાકમાં એનો રિપોર્ટ મળી જશે. કોવિડ-19 ટેસ્ટિંગ માટે ત્રણ મોબાઇલ લૅબોરેટરી લૉન્ચ કરવાના પ્રસંગે તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. આ પ્રસંગે બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નૅશનલ એક્રિડેશન બોર્ડ ફૉર ટેસ્ટિંગ ઍન્ડ કૅલિબ્રેશન લૅબોરેટરીઝ દ્વારા માન્યતાપ્રાપ્ત સ્પાઇસ હેલ્થ અને આઇસીએમઆર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી આ મોબાઇલ લૅબોરેટરીઝ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, વરલી ખાતે નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા અને ગોરેગામમાં નેસ્કો ખાતે સ્થાપિત કરવામાં આવશે. ગયા વર્ષ સુધી મુંબઈ અને પુણે એમ બે જ લૅબોરેટરીમાં કોવિડ-19 ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જોકે હવે રાજ્યમાં ૫૦૦ કરતાં વધુ લૅબોરેટરી છે એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
કોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 ISTજૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી
1st March, 2021 12:01 ISTફેબ્રુઆરીમાં કોરોનાના કેસ વધ્યા, મરણાંક ઘટ્યો
1st March, 2021 11:04 ISTખબર હોવા છતાં ક્લબમાં જનાર કોરોનાના દરદી સામે પાલિકાએ કરી પોલીસ ફરિયાદ
1st March, 2021 10:18 IST