Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાવધાન! ચાલુ વાતચીતે તમારો મોબાઈલ ફોન કોઈ છીનવી શકે છે

સાવધાન! ચાલુ વાતચીતે તમારો મોબાઈલ ફોન કોઈ છીનવી શકે છે

20 January, 2016 02:53 AM IST |

સાવધાન! ચાલુ વાતચીતે તમારો મોબાઈલ ફોન કોઈ છીનવી શકે છે

 સાવધાન! ચાલુ વાતચીતે તમારો મોબાઈલ ફોન કોઈ છીનવી શકે છે



mobile


ઉલ્હાસનગરના ગોલ મેદાન પરિસરમાં આવેલા મૉમ આઇસક્રીમ પાર્લરમાં બે યુવકો રવિવારે રાતે આઇસક્રીમ લેવા ગયા હતા. યુવકો કઈ આઇસક્રીમ લેવી એની ચર્ચા કરી રહ્યા હતા એ દરમ્યાન એક યુવકના મોબાઇલ પર ફોન આવતાં તે વાત કરવામાં મશગૂલ થઈ ગયો હતો. જોકે આઇસક્રીમ વેચનારને આ બે યુવકોની પાછળ એક શાતિર ચોર યુવકના મોંઘા મોબાઇલ પર નજર રાખીને ઊભો હતો એનો ખ્યાલ જ નહોતો. એક યુવક મોબાઇલ પર વાત કરવામાં અને બીજો આઇસક્રીમ જોવામાં મશગૂલ હતો. એ વખતે ચોરને ચાન્સ મળી જતાં તે યુવકની ફોન પર વાત ચાલી રહી હતી એ વખતે જ તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગી ગયો હતો. એ વખતે યુવકે ચોર-ચોરની બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો ચોરને પકડવાની કોશિશ કરે એ પહેલાં તે દુકાનની બહાર બાઇક પર રાહ જોઈને ઊભેલા તેના સાથીદાર સાથે નાસી છૂટuો હતો. પાર્લરમાં બેસાડેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરામાં ચોર લાંબા સમયથી દુકાનમાં ઊભો હતો અને તેણે કઈ રીતે ફોન ઝૂંટવી લીધો એ બધી હરકતો કેદ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2016 02:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK