ફ્રી રોમિંગ માર્ચ ૨૦૧૩થી લાગુ કરવાનો કંપનીઓને આદેશ

Published: 5th December, 2012 04:53 IST

દેશમાં આવતા વર્ષથી મોબાઇલ ફોન વાપરનારા લોકોએ રોમિંગ ચાર્જ ચૂકવવો નહીં પડે એવી જાહેરાત કરનારા ટેલિકૉમ ડિપાર્ટમેન્ટે ૨૦૧૩ના માર્ચ મહિનાથી રોમિંગ ફ્રી કરી દેવા માટે મોબાઇલ ઑપરેટર કંપનીઓને આદેશ આપ્યો છે.
આના કારણે દેશના કરોડો મોબાઇલધારકોને ફાયદો થશે. મોબાઇલ ફોન કંપનીઓને તેમની આવકમાં રોમિંગ ફીનો હિસ્સો ૧૦ ટકા જેટલો હોય છે. આથી આ માટે એમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો આ પ્રણાલી લાગુ કરવી હશે તો એમને મોબાઇલ ચાર્જિસમાં નાછુટકે વધારો કરવો પડશે. સેલ્યુલર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ સરકારના આ નર્ણિયની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે પહેલાં નીતિવિષયક બાબતો પર એમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK