‘મનસેચા રેલવે પ્રવાસ’ ની ઝલક જોવા મળી

Published: Sep 21, 2020, 14:42 IST | Rajendra B aklekar | Mumbai

આ વખતે નાગરિકો પણ સરકારની વિરોધમાં છે કારણ કે અનલોકનો ચોથા તબક્કામાં વધુ કર્મચારીઓને ઓફિસ જવાની છૂટ આપી પરંતુ તે સામે ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી

બોરિવલી સ્ટેશન, ફોટોઃ સતેજ શિંદે
બોરિવલી સ્ટેશન, ફોટોઃ સતેજ શિંદે

કોરોના મહામારીનો અંત મુંબઈમાં ક્યારે આવશે એનો કોઈ અંદાજ નથી, પરંતુ મુંબઈના લોકો મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેન બંધ હોવાથી આકરી પરીક્ષાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર લોકલ ટ્રેન પર કોઈ ઉપાય યોજના કરીને એને શરૂ કરે એવી માગણી સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ૨૧ સપ્ટેમ્બરે જનતાના હિત માટે ‘મનસેચા રેલવે પ્રવાસ’ એવું આંદોલન કરશે, એવી જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.

એમએનએસના સેક્રેટરી સંદીપ દેશપાંડેને મધ્ય રેલવે અને દાદર પોલીસે નોટિસ મોકલી છે. એ નોટિસમાં કહેવાયું છે કે કોરોનાના કટોકટીભર્યા કાળમાં નિયમનો ભંગ કરીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો નહીં. જો તમે સરકારી નિયમોનો ભંગ કરશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં આજે બપોરે સંદીપ દેશપાંડે અને તેમના કાર્યકરો અને પક્ષના અન્ય નેતાઓ થાણે અને ડોંબિવલીમાં આંદોલન કરવા પહોંચ્યા પરંતુ તેમને રોકવામાં આવ્યા હતા.

જ્યારે થાણેના એમએનએસ નેતા અવિનાશ જાધવને ગર્વમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ રોક્યા હતા. જાધવ અને તેમના કાર્યકરો વાશી સ્ટેશનથી થાણે જવા માટે લોકલ ટ્રેન પકડી હતી, પરંતુ રબાલે સ્ટેશનમાં તેમની રોકવામાં આવ્યા હતા.

આ વખતે નાગરિકો પણ સરકારની વિરોધમાં છે કારણ કે અનલોકનો ચોથા તબક્કામાં વધુ કર્મચારીઓને ઓફિસ જવાની છૂટ આપી પરંતુ તે સામે ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી. વેસ્ટર્ન રેલવેએ પોતાની સર્વિસ વધારીને 500 કરી છે, જ્યારે સેન્ટ્રલ રેલવેમાં હાલ 355 છે.

આ પહેલા પણ 7 સપ્ટેમ્બરે લોકો વિરાર સ્ટેશનમાં જમા થઈ ગયા હતા, તેવું જ ચિત્ર પાંચ સપ્ટેમ્બરે બોરિવલી અને 22 જુલાઈએ નાલાસોપારા સ્ટેશનમાં જોવા મળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK