Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિધેયકોને બચાવવા ગુજરાત કૉંગ્રેસે 65 વિધેયકોને મોકલ્યા રિસોર્ટમાં

વિધેયકોને બચાવવા ગુજરાત કૉંગ્રેસે 65 વિધેયકોને મોકલ્યા રિસોર્ટમાં

06 June, 2020 03:16 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિધેયકોને બચાવવા ગુજરાત કૉંગ્રેસે 65 વિધેયકોને મોકલ્યા રિસોર્ટમાં

કૉંગ્રેસ

કૉંગ્રેસ


એક પછી એક કૉંગ્રેસના વિધેયકો દ્વારા વિધાનસભાના સભ્ય પદ અને વિધેયક પદ પરથી રાજીનામાં આપ્યા બાદ ગુજરાત કૉંગ્રેસ પાર્ટી મુંઝવણમાં છે. રાજ્યસભાની ચૂંટણી નજીક છે અને કૉંગ્રેસે રાજ્યસભા ઉમેદવારી માટે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. પણ કૉંગ્રેસમાંથી જે રીતે સતત વિધેયકો પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ માટે પોતાના ઉમેદવારોને જીતવા એટલા સરળ નહીં હોય.

કૉંગ્રેસના 21 એમએલએ અંબાજી રિસોર્ટ પહોંચ્યા છે. બીજી રાજ્યસભા સીટ જીતવા માટે તેમને સંભાળવા ખૂબ જ જરૂરી છે. 65 એમએલએને ઝૉન પ્રમાણે અલગ અલગ મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 8 MLA રાજીનામું આપી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે એમએલએ તૂટવાના ભયથી જયપુરમાંથી રિસૉર્ટ લઈ જવામાં આવેલા 3 એમએલએ પણ રાજીનામું આપી ચૂક્યા છે.



જો કે, કૉંગ્રેસ હવે ઊંધમાંથી જાગી છે અને અન્ય બચેલા વિધેયકોને બચાવવામાં લાગી ગઈ છે. પોતાના બાકી બચેલા વિધેયકોને ગુજરાતના જુદાં જુદાં રિસૉર્ટમાં રાખવામાં આવ્યા છે અને રાજ્ય સ્તરના નેતાઓને વિધેયકના નિરીક્ષણમાં લગાડીદેવામાં આવ્યા છે. રાજકોટના નિલસિટી રિસૉર્ટમાં સૌરાષ્ટ્રના વિધેયકોને બોલાવવામાં આવ્યા, સૌરાષ્ટ્રથી અન્ય વિધેયક ન તૂટે, તેમાટે તમામ વિધેયકોને રાજકોટના રિસૉર્ટમાં બોલાવવામાં આવ્યા.


કૉંગ્રેસ ગુજરાતના નેતા પરેશ ધનાણી, લલિત વસોયા, લલિત કગથરા અને મોહમ્મદ પીરજાદા, ગઈ કાલ રાતથી રાજકોટમાં છે. તો અન્ય વિધેયક આજે પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ વિધાનસભાની 48 સીટ છે જેમાંથી 23 સીટ ભાજપ પાસે છે, 19 સીટ કૉંગ્રેસ પાસે છે, તો એક સીટ એનસીપી પાસે છે. કૉંગ્રેસ પાસે 65 વિધેયકોનું સંખ્યાબળ છે, જેમાંથી 19 વિધેયક સૌરાષ્ટ્રના છે. તો સૌરાષ્ટ્રમાં લિમડી, મોરબી, દ્વારકા, ધારી અને ગઢડા મળીને કુલ 5 સીટ ખાલી થઈ ગઈ છે.

રાજ્યમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસના વિધેયક એક રહે તે માટે કૉંગ્રેસ હવે સતત પ્રયત્ન કરી રહી છે અને વિધેયકોને જુદાં જુદાં રિસૉર્ટમાં રાખી રહી છે. વિધેયકોને ઝૉન પ્રમાણે જુદાં જુદાં રિસૉર્ટમાં રાખવામાં આવે છે. ઉત્તપ ઝૉનના કૉંગ્રેસના વિધેયકોને અંબાદીના કોટેશ્વર નજીક વિલ્ડ વાઇડ રિસૉર્ટમાં રાખાવામાં આવ્યા છે. ઉત્તર ઝૉનના વિધેયકોની જવાબદારી કૉંગ્રેસના લીડર સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના 21 કૉંગ્રેસી વિધેયક છે જેમની માટે રિસૉર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


સવારથી ઘણાં કૉંગ્રેસ વિધેયકો રિસૉર્ટમાં પહોંચી રહ્યા છે. તો મધ્ય ગુજરાતના કૉંગ્રેસ વિધેયકો માટે ઉમેટાના એરિસ રિસૉર્ટમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિસૉર્ટમાં મધ્ય ગુજરાતના 15 વધુ વિધેયકો રોકાયા છે. આ વિધેયકોને જોડી રાખવાની જવાબદારી ભરત સિંહ સોલંકીને આપવામાં આવી છે. રાજ્યસભા ચૂંટણી પહેલા પોતાના વિધેયકોને તૂટવાથી બચવા માટે હવે કૉંગ્રેસ દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં લગી છે. પણ રાજ્યસભા ચૂંટણી માટે કૉંગ્રેસનો રસ્તો એટલો સરળ નથી દેખાતો. આગામી દિવસોમાં કૉંગ્રેસના કેટલાક અન્ય વિધેયક પાર્ટીમાંથી રાજીનામું આપી દે તો એમાં કોઇ આશ્ચર્યની વાત નહીં હોય.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 03:16 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK