સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો, ખોટો પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓમાં રોષ

રાજકોટ | Apr 03, 2019, 21:35 IST

બુધવારે વધુ એક વિવાદ સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિર્ધાર્થીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. યુનિવર્સિટી દ્રારા લેવાયેલી પરીક્ષામાં ખોટો પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. જેને પગલે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો, ખોટો પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓમાં રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (File Photo)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે લોકો છબરડાનું ઘર કહી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઇને હંમેશા વિવાદ ચાલતો આવ્યો છે. પછી તે પરીક્ષાને લઇને હોય, યુનિવર્સિટીના વાઇસચાન્સલેસરને લઇને હોય કે પછી પરીક્ષા બાદ પરીણામમાં થયેલી ભુલને લઇને હોય દરેક જગ્યાએ વિવાદ થયો છે. ત્યારે બુધવારે વધુ એક વિવાદ સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિર્ધાર્થીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. યુનિવર્સિટી દ્રારા લેવાયેલી પરીક્ષામાં ખોટો પ્રશ્ન પુછાતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. જેને પગલે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.

આ પણ વાંચો : બોલ્ડ અને બ્યુટીફૂલ શીતલ મફતલાલના અજબ છે ફેશન સ્ટેટમેન્ટ

પરીક્ષા સામાન્ય માહોલમાં યોજાઇ હોવાનો
VCનું રટણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડા જાણે સામાન્ય બાબત હોય તેમ મોટા ભાગની પરીક્ષાઓમાં જોવા મળે છે. નવ નિયુકત કુલપતિ નિતીન પેથાણી અને કુલનાયક
  ડો.વિજય દેશાણી પરીક્ષા સામાન્ય માહોલમાં યોજાઇ રહી હોવાના ઢોલ પીટી રહયા છે. છતા અનેક કેન્દ્રો ઉપર પરીક્ષામાં ગેરરીતીની ફરીયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી બીબીએ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં આજે કોર્પોરેટ એકાઉન્ટીંગનું પ્રશ્નપત્ર હતુ. જેમાં પેપર સેટરે શેરને લખતો પ્રશ્નનો દાખલો પુછયો હતો. જેમાં ૪૪૦૦ રકમ લખવામાં આવી હતી વિદ્યાર્થીઓએ આ રકમ ખોટી પુછાતા મુંઝવણમાં મુકાયા હતા. પરીક્ષા કેન્દ્રો ઉપર સુપર વાઇઝરને ધ્યાન ઉપર આ વાત આવતા તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં છબરડાની રાવ કરતા દોડધામ મચી હતી. ૩૦ મીનીટની બેઠક બાદ આ રકમ ખોટી હોવાનું જણાતા તુરંત મોબાઇલ મારફત ૧૭ પરીક્ષા કેન્દ્રો ઉપર ૪૪૦૦ના બદલે  ૪૦૦૦ રકમ ગણવાની સુચના આપવામાં આવી હતી. એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડા પાછળ કોની ભૂલ છે. તેની શોધખોળ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK