કોવિડ-19ના કેસ ઓછા કરવા માટે જી/ઉત્તર વિભાગ દ્વારા પણ વિવિધ ઉપાય યોજના હાથ ધરવામાં આવી છે. આ વિભાગના આરોગ્ય ખાતા દ્વારા કોવિડ-ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે. ધારાવી જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અને દાદર-માહિમ જેવાં ઉચ્ચ જોખમી ક્ષેત્રોમાં ચાલતા વાહન દ્વારા કોવિડની તપાસ કરવામાં આવી રહી છે. દાદર, ધારાવી અને માહિમમાં દુકાનદારોથી લઈને વેપારી સંસ્થાપકોમાં માલિક, ચાલક અને અન્ય કર્મચારી વર્ગની તપાસ કરવામાં આવી રહી છે. આ વિભાગ અને સ્નેહા નામની સામાજિક સંસ્થાએ સંયુક્ત રીતે ‘મિશન ઝીરો‘ કાર્યક્રમ શરૂ કર્યો છે. માઇક દ્વારા કોરોના વિશેની સતર્કતા માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનૅશનલ પ્રવાસીઓ પૉઝિટિવ આવે તો હૉસ્પિટલમાં અને નેગેટિવ આવે તો ૭ દિવસ ક્વૉરન્ટીન થવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. દાદર રેલવે-સ્ટેશને ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા રેલવેના પ્રવાસીઓની રેલવે-સ્ટેશન પર સ્ક્રીનિંગ અને કોવિડનાં લક્ષણો માટે ટેસ્ટ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ
25th February, 2021 10:44 IST60 વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વૅક્સિન આપશે
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 ISTપોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?
25th February, 2021 09:06 IST