પનવેલમાં આજથી દુકાનો સાતેય દિવસ ખુલ્લી રહેશે

Published: 15th August, 2020 07:37 IST | Anurag kamble | Mumbai

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશરે પણ વેપારીઓને સકારાત્મક નિર્ણય લેવાશે એવું આશ્વાસન આપ્યું હતું

દુકાન
દુકાન

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી) પછી હવે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન (પીએમસી) એ પણ ૧૫ ઑગસ્ટ પછી તમામ દુકાનો ફરીથી ખોલવા દેવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કલ્યાણ-ડોમ્બિવલીના વેપારીઓએ પણ ગઈ કાલે પાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી, જેમાં સકારાત્મક નિર્ણય લેવાશે એવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

કમોથે, ખારઘર, કલંબોલી અને પનવેલ સિટી પીએમસીના અધિકાર ક્ષેત્રમાં છે. પીએમસી કમિશનર સુધાકર દેશમુખે જણાવ્યું હતું કે ‘કોવિડ-19ના દરદીઓની સંખ્યા નિયંત્રણમાં છે અને નાગરિકોની સતત અપીલને ધ્યાનમાં રાખીને અમે બધી દુકાનો ફરીથી ખોલવાની મંજૂરી આપવી યોગ્ય હોવાનું માનીએ છીએ અને આથી જ અમે સવારે ૯થી સાંજના ૭ વાગ્યા દરમિયાન દુકાનો ખોલવાની મંજૂરી આપીશું.’

કેડીએમસીના કમિશનર વિજય સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓ સાથે મીટિંગ ગઈ કાલે થઈ હતી. હવે અમે બેથી ત્રણ દિવસમાં નિર્ણય લઈશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK