ભૂતપૂર્વ મિસ ચેન્નઈની રહસ્યમય હત્યા

Published: 24th October, 2012 04:32 IST

અંધેરી (વેસ્ટ)ના મનીષ ગાર્ડન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી ભૂતપૂર્વ મિસ ચેન્નઈ અને સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ ૨૩ વર્ષની મૉડલ વિદુષી દાસ બરડેની ડેડબૉડી લોહીલુહાણ અવસ્થામાં તેના ઘરેથી સોમવારે રાત્રે મળી આવી હતી.

પોલીસને વિદુષીના ચહેરા અને ગળા પર કોઈ માણસના નખનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. ડી. એન. નગર પોલીસ આ સંદર્ભમાં હત્યાનો કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે. વિદુષીના સૉફ્ટવેર એન્જિનિયર પતિ કેદારે ગઈ કાલે પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘હું રોજ સવારે આઠ વાગ્યે ઑફિસ જાઉં છું અને રાત્રે નવ વાગ્યે ઘરે આવું છું. સોમવારે રાત્રે હું ઘરે આવ્યો એ વખતે મારી પત્ની પૅસેજમાં લોહીલુહાણ અવસ્થામાં પડી હતી. મારી પત્નીની ડેડબૉડી પાસે કાચના ટુકડાઓ સહિત શોકેસ પણ ભાંગેલી અવસ્થામાં પડેલું હતું.’

પોલીસે વિદુષીની ડેડબૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી હતી. પોલીસને વિદુષીના મોબાઇલ ફોનમાંથી લગભગ ૨૫૦થી વધુ એસએમએસ મૉડલ કો-ઑર્ડિનેટર, ઍક્ટ્રેસ, ડિરેક્ટરો, પ્રોડ્યુસરો અને તેના રિલેટિવ્સના મળી આવ્યા હતા. પોલીસે આઠથી વધુ મૉડલ-કો-ઑર્ડિનેટરોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK