Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ જ મિનિટમાં દહિસરથી મીરા રોડ

પાંચ જ મિનિટમાં દહિસરથી મીરા રોડ

09 November, 2020 08:00 AM IST | Mumbai
Prakash Bambhrolia

પાંચ જ મિનિટમાં દહિસરથી મીરા રોડ

તસવીર: સતેજ શિંદે

તસવીર: સતેજ શિંદે


દહિસર ચેકનાકા પર દરરોજ ધસારાના સમયે થતા ટ્રાફિક જૅમથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળે એવી શક્યતા છે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે ૫૦ ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે.
મીરા રોડના સૃષ્ટિ કૉમ્પ્લેક્સથી દહિસરના આનંદનગરમાં આવેલા એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના ૭ વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે અટવાઈ ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકશે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે, માત્ર પેણકરણપાડામાં ખોડિયાર માતાના મંદિર પાસે એક નાળું બનાવવાનું બાકી છે. આ નાળું બંધાઈ ગયા બાદ પેણકરપાડાથી આ બાબત પર અન્ય સોસાયટીઓ નિર્ણય કરે એ પહેલાં જ શ્રીકૃષ્ણ જ્યોત સોસાયટીમાં વૉટ્સઍપના માધ્યમથી સોસાયટીના રહેવાસીઓને પ્રદૂષણરહિત દિવાળીના તહેવારની ઉજવણી કરવાની સોસાયટીના સેક્રટરીઓ પ્રવીણ ઠક્કર અને જિજ્ઞેશ પોકાર તરફથી વિનંતી કરવામાં આવી હતી. પળભરમાં જ સોસાયટીના ૨૪ ફ્લૅટનાં બાળકો સહિત બધા જ રહેવાસીઓએ આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો. સૌ સાથે મળીને આ દિવાળીમાં ફટાકડા વગર જ દિવાળીના તહેવારોની ઉજવણી કરવા તૈયાર થઈ ગયા હતા. 

આ સંદર્ભમાં સોસાયટીના સેક્રેટરીઓ પ્રવીણ ઠક્કર અને જિજ્ઞેશ પોકારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી અપીલને જબરો પ્રતિસાદ મળ્યો છે. અત્યારના કોવિડ કાળમાં માનવતાની રૂએ પણ આ દિવાળીના તહેવારોમાં ફટાકડાના પ્રદૂષણથી કોવિડનો ફેલાવો થાય નહીં એવી સૌની સદ્ભાવના છે. આથી જ અમે સૌએ આ દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાનો નિર્ધાર કર્યો છે. અમે પદાધિકારીઓએ એવો પણ નિર્ણય કર્યો છે કે અમારા નિર્ધારમાં જોડાયેલાં અમારી સોસાયટીનાં નાનાં બાળકોને દિવાળીના તહેવારો પછી સન્માનિત કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 08:00 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK