મીરા રોડ પોલીસે બેવર્લી પાર્ક પાસે આવેલી મ્હાડા બિલ્ડિંગમાંથી ચાર નાઇજિરિયનની ૨૪ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૩૦.૦૫ ગ્રામ કોકેઇન સાથે ધરપકડ કરી હતી.
મીરા રોડ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘અમને મળેલી ગુપ્ત માહિતીના આધારે અમે મ્હાડા સોસાયટી પાસે ટ્રૅપ બેસાડ્યો હતો. શંકાના આધારે બે નાઇજિરિયનની ધરપકડ કરી હતી. બન્નેની સખતાઈથી પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેમના અન્ય બે મિત્રો આ મકાનના એક ફ્લૅટમાં કોન્ટ્રાબેન્ડ વેચવા આવ્યા છે. એથી અમે ફ્લૅટમાં દરોડો પાડ્યો હતો. આ ફ્લૅટમાંથી વધુ બે નાઇજેરિયનની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ૨,૧૩,૫૦૦ રૂપિયાની કિંમતનું કોકેઇન અને ૨,૪૦,૦૦૦ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે ૪૩ વર્ષના એનિયન થોમસ, ૩૪ વર્ષના મોરીબા તુકાબ, ૩૨ વર્ષના બેનસન થોમસ અને ૩૨ વર્ષની એનકીવી લિવિનીસની ધરપકડ કરી છે. આ ચારેયને રવિવારે થાણે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો છે.’
ટાંકા લેવા માટે વપરાતા દોરાનું ડુપ્લિકેટિંગ કરીને વેચવા બદલ મેડિકલ સ્ટોર્સ પર રેઇડ
20th January, 2021 12:04 ISTગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
20th January, 2021 11:38 ISTબીએમસીએ મધ્યમ વર્ગને આપ્યો વધારે એક ઝાટકો
20th January, 2021 11:29 IST