નવા વર્ષની સવારે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે નશીલા પદાર્થના સેવન અને એની સપ્લાય પર કાબૂ મેળવવા તથા લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા માટે ૨૧ કિલોમીટર ઍન્ટિ ડ્રગ્સ સાઇકલ-રૅલીનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. પોલીસે આ સાથે નવા વર્ષના પહેલા દિવસથી ડ્રગ્સને નાબૂદ કરવા માટેની ઝુંબેશની શરૂઆત કરી હતી.
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નશીલા પદાર્થનું સેવન અને સપ્લાય વધ્યું હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક પોલીસ દ્વારા અનેક વખત ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે છતાં યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સની સતત સપ્લાય થઈ રહી છે. લોકોમાં નશીલા પદાર્થના સેવનથી થતા નુકસાનની જાગૃતિ આવે એ માટે ૧ જાન્યુઆરીએ સવારે ૬.૩૦ વાગ્યે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે ઍન્ટિ ડ્રગ્સ સાઇકલ-રૅલી યોજી હતી.
હાઇવે પર આવેલા કાશીમીરા પોલીસ-સ્ટેશનથી ભાઈંદરના ઉત્તન પોલીસ-સ્ટેશન સુધીનાં ૨૧ કિલોમીટરની સાઇકલ-રૅલીમાં અહીંના કાશીમીરા, મીરા રોડ, નયાનગર, નવઘર, ભાઈંદર અને ઉત્તન પોલીસ-સ્ટેશનનો પોલીસ-સ્ટાફ તથા આઇપીએસ ઑફિસરો, ડીસીપી અને એસીપી ઉપરાંત સામાન્ય લોકો જોડાયા હતા.
પોલીસ-પ્રવક્તા તીકારામ થાટકરે જણાવ્યું હતું કે ‘સાઇકલ-રૅલીના માધ્યમથી ડ્રગ્સ બાબતની ઝુંબેશ અને ફિટનેસનો મેસેજ લોકોને આપવાનો અમારો પ્રયાસ હતો. અહીંનાં ૬ પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા ૪૨ પોલીસ-કૉન્સ્ટેબલો થર્ટીફર્સ્ટ નાઇટની ડ્યુટી કરીને સવારે સાઇકલ-રૅલીમાં જોડાયા હતા.’
મીરા રોડ અને ભાઈંદરમાં નશીલા પદાર્થ સામેની ભવિષ્યની ઝુંબેશમાં પોલીસ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરશે. લોકોને તેમનાં ટીનેજર સંતાન ક્યાં જાય છે અને કોને મળે છે એના પર નજર કઈ રીતે રાખવી એના મેસેજ પોલીસ તૈયાર કરીને મોકલશે.એ સિવાય ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવવા માટે ખબરીઓનું નેટવર્ક પણ વિસ્તારાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 ISTYeh Rishta Kya Kehlata Hai અને શૉ છોડવા અંગે હિના ખાને કહી આ વાત...
17th January, 2021 12:04 ISTCorona Vaccine: વિપક્ષના પ્રશ્નો પર રાજનાથ સિંહનો જવાબ, કહ્યું આ...
17th January, 2021 11:54 IST