જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓનો છુપાવાનો અડ્ડો સુરક્ષા દળોએ શોધી કાઢ્યો હતો. દળોની કાર્યવાહીમાં શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એ વિસ્તારમાં હજી શોધખોળ અને સર્ચ ઑપરેશન્સ ચાલી રહ્યાં છે.
સીમા સુરક્ષા દળ, પોલીસ અને લશ્કરની સંયુક્ત કાર્યવાહીમાં પૂંચના ઝાડી-જંગલવાળા મંડી વિસ્તારમાં આતંકવાદી અડ્ડા પર પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સંયુક્ત કાર્યવાહી દરમ્યાન જપ્ત કરવામાં આવેલાં શસ્ત્રો અને દારૂગોળામાં એક એકે-૪૭ રાઇફલ, ત્રણ એકે મેગેઝિન્સ, ૮૨ એકે રાઉન્ડ્સ, ત્રણ ચીની પિસ્ટલ્સ, પાંચ પિસ્ટલ મેગેઝિન્સ, ૩૩ રાઉન્ડ્સ પિસ્ટલ એમ્યુનિશન, ચાર હેન્ડ ગ્રેનેડ્સ અને એક અન્ડર બૅરલ ગ્રેનેડ લૉન્ચરનો સમાવેશ છે.
Women's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
4th March, 2021 14:21 ISTતાજમહેલના બન્ને દરવાજા કરવામાં આવ્યા બંધ, વિસ્ફોટક મૂકાયાની મળી સૂચના
4th March, 2021 11:18 ISTCoronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTસેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું
4th March, 2021 10:00 IST