હવે મુંબઈના પ્રવાસીઓ માટે લંડન કાર્ડની ટેક્નૉલૉજી

Published: 14th October, 2011 20:29 IST

લંડન શહેરના આઇસ્ટર કાર્ડ માટે ઉપયોગમાં લેવાતી Mifare DESFire EV1 ટેક્નૉલૉજીનો ઉપયોગ મુંબઈની મેટ્રો-મોનો રેલ, લોકલ ટ્રેન તથા બેસ્ટ (બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ) અન્ડરટેકિંગની બસના સ્માર્ટ કાર્ડ માટે ઉપયોગમાં લેવાનું એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) વિચારી રહી છે.

 

મુંબઈ શહેરના પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખતાં એમએમઆરડીએ દ્વારા લંડનના આઇસ્ટર કાર્ડ, ન્યુ યૉર્કના મેટ્રો કાર્ડ, હૉન્ગકૉન્ગના ઑક્ટોપસ કાર્ડ, શાંઘાઈના સાર્વજનિક પ્રવાસ કાર્ડ અને સૉલના ટી-મની કાર્ડની માહિતી મેળવી હતી. મુંબઈ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખ માટે પણ આ કાર્ડ ખૂબ જ મહત્વનું પગલું પુરવાર થશે તેમ જ શહેરની સુરક્ષા માટે પણ એ ખૂબ જ આવશ્યક છે. રોજિંદા પ્રવાસીઓ માટે કાર્ડ ઉપરાંત ઓળખપત્ર ફરજિયાત રાખવાનું રહેશે, જયારે અન્ય પ્રવાસીઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.

સ્માર્ટ કાર્ડની વિશેષતા

સ્માર્ટ કાર્ડ દ્વારા પ્રવાસીઓની સુવિધા, ભીડભાડવાળો માર્ગ, દર કલાકે કઈ દિશામાં કેટલા પ્રવાસીઓ જઈ રહ્યા છે એની તમામ માહિતી મળી શકે છે.

Mifare DESFire EV1 -આ ટેક્નૉલૉજી પ્રમાણે જરૂરિયાત અનુસાર પ્રવાસી પોતે વૈકલ્પિક પબ્લિક ટ્રાન્સર્પોટ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ આ કાર્ડ સૌથી શ્રેષ્ઠ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK