કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 3)

Updated: 26th December, 2018 20:48 IST | sameet (purvesh) shroff

‘નમસ્કાર, હું ધર્મિષ્ઠા.’

વાદળી રંગની સાડીમાં સજ્જ તેત્રીસેક વરસની સ્ત્રી ભારતીય નારીના પ્રતીક જેવી લાગી.

હાથ જોડીને અથર્વ જેને આવકારી રહ્યો છે એ ધર્મિષ્ઠા બાબત જાણીને લજ્જા પતિ પર ધૂંધવાઈ હતી : ધર્મિષ્ઠા જ્યારે કહી ચૂકી છે કે અશ્વમેધ આ ફ્લૅટ તેની રખાત માટે લેવાનો છે ત્યારે તેની પરણેતરને હાજર રાખવાની મૂર્ખાઈ થતી હશે? તેમની લડાઈ તેમના ઘરે લડવા દો. એને કારણે આપણે ડીલ શું કામ ગુમાવવી?

‘શું કામ એ તને નહીં સમજાય લજ્જા, કેમ કે એ માટે આપણી સોચ વચ્ચેનું અંતર તારે કાપવું પડે જે તારા વશની વાત નથી.’ પતિએ સામો જવાબ વાYયો એ બહુ વસમું લાગ્યું હતું... ધર્મિષ્ઠા પ્રત્યે તે ઊખડેલી ૨હી.

‘અમે આવી ગયા છીએ.’ અશ્વમેધે ફોન કરીને કહેતાં ધર્મિષ્ઠા બીજી રૂમના ક્લોઝેટ પાછળ છુપાઈ ગઈ.

બીજી પળે ડોરબેલ રણકી ઊઠી.

€ € €

‘વા...ઉ!’ સુસ્મિતા ઝૂમી ઊઠી, ‘દરિયો!’

આખો ફ્લૅટ ઘૂમીને છેવટે અશ્વમેધ-સુસ્મિતાની જોડી ધર્મિષ્ઠા છૂપી હતી એ રૂમની બાલ્કનીમાં પહોંચી.

‘મને તો આ રૂમ વધુ ગમ્યો.’ તેમને મોકળાશ આપવા કે શું અથર્વ તેની વાઇફ સાથે બહાર જ રોકાયો હતો એટલે અશ્વમેધે સુસ્મિતાના ખભે હાથ મૂકીને દબાણ આપ્યું, ‘બાલ્કની ખુલ્લી રાખીશું તો બેડ પર સહશયન કરતાં-કરતાં દરિયાનાં મોજાં નિહાળવાની મજા જ અનેરી રહેશે.’

‘યુ નૉટી બૉય...’ સુસ્મિતાએ તેનો હાથ ચૂમીને પુરુષને પંપાળી લીધો. સહેજે બે-ત્રણ કરોડનો ફ્લૅટ ગિફ્ટ કરનારો એની બરાબર વસૂલી કરશે એમાં સંશય નહોતો. વાંધો પણ ક્યાં હતો? એમ હવે તેના છૂટાછેડાની ધરી પણ માંડી દેવી ઘટે. આખી જિંદગી કંઈ હું રખાત ઓછી બની રહેવાની? એટલે પુરુષને ગમતું અડપલું કરી લીધું, ત્યાં...

‘વાહ રે મારા પતિદેવ!’ ધર્મિષ્ઠા માટે વધુ વખત છુપાઈ રહેવું અસંભવ બન્યું. પતિના ચારિhય બાબત પોતે જરાય વહેમમાં નહોતી એ સત્યે પતિવ્રતા નારી પતિ સામે જ રણચંડી બની ગઈ. અશ્વમેધ-સુસ્મિતા બઘવાયાં : ધ... ધર્મિષ્ઠા, અહીં!

ત્યાં તો ખૂણામાં પડેલી લાકડી ઉઠાવીને તેણે ધડાધડ પતિને ધીબેડવા માંડ્યો, સુસ્મિતાનેય એવી ઠોકી કે બિચારી બેવડ વળી ગઈ.

ઘડીભરમાં તો તમાશો સર્જા‍ઈ ગયો. આડોશ-પાડોશમાં વાત ફેલાઈ ગઈ : અથવર્બા બુને ત્યાં એક બાઈ (ધર્મિષ્ઠા) જાણીતી ઍક્સ્ટ્રેસ સુસ્મિતાની બરાબર ધુલાઈ કરી રહી છે! બેઉને લાકડીએ ધીબેડતી તે પાર્કિંગ સુધી પહોંચી ત્યાં સુધીમાં તો સુસ્મિતાની પિટાઈનો વિડિયો મીડિયામાં ફરતો પણ થઈ ગયો.

‘આઇ વૉર્ન યુ. મારા વર પર નજર બગાડી છે તો તારી એ નજર જ સલામત નહીં રહે...’ તેણે સઢ પતિ તરફ ફેરવ્યો, ‘અને પતિદેવ તમે! બીજી વાર પરસ્ત્રી સામે જોયું પણ છે તો યાદ રાખજો, તમારા પુરુષાતનનો એ આખરી દિવસ હશે!’

‘બ્રેવો ધર્મિષ્ઠાબહેન...’ અથર્વ બોલી ઊઠ્યો, ‘તમે સાબિત કરી દેખાડ્યું કે પત્ની કેવળ પતિનું રમકડું નથી. તેના ગુણોને તેની નબળાઈ ન ધારી લેવાય એવું દરેક અfવમેધ સમજી જાય એ જ આ ઘટનાની ફળશ્રુતિ.’

‘એનું શ્રેય તમને અથર્વભાઈ. તમે મને અગાઉથી હાજર રહેવાની, ઘરમાં છુપાવાની છૂટ ન દીધી હોત તો મારા પતિને રંગેહાથ ઝડપવા જાણે મારે કેટલું મથવું પડત.’

હેં! ધર્મિષ્ઠાના શબ્દો દુપટ્ટો મોં પર ઢાંકીને કારમાં ગોઠવાતી સુસ્મિતાને ચંપાયા. ધ્યાનથી અથર્વને નિહાળીને પાધરકી કા૨ ભગાવી.

€ € €

કહેવું પડે હોં, અથર્વભાઈએ મફતમાં તમાશો દેખાડી દીધો... ટીવીની આદર્શ વહુની આબરૂનું વસ્ત્રહરણ કરી નાખ્યું!

સોસાયટીમાં બે દિવસથી એકની એક ચર્ચા ચાલે છે. ધર્મિષ્ઠાને સાથ દેવાના અથવર્નાવ નિર્ણયને સૌ બિરદાવે છે એથી લજ્જા વધુ ખિન્ન બને છે : દેવાળિયા થયેલા આદમીને વખાણવાનો શું! ઊલટું આ બનાવથી ફ્લૅટ વેચવામાં મુશ્કેલી થવાની. સેલિબ્રિટીના આવા બેહાલ થતા ભાળીને કોણ ફ્લૅટ ખરીદવા ફરકવાનું? આટલું ઓછું હોય એમ પતિદેવ પોતાની પૉલિસી સરેન્ડર કરી રૂપિયા વ્યાપારમાં નાખવાના...

નો, મારા આખરી આધાર જેવો વીમો તો હું વટાવવા નહીં જ દઉં. અથર્વ વીમો વટાવે એ પહેલાં હું એને વટાવી ન ખાઉં! 

લજ્જાએ હોઠ કરડ્યો. પતિની વીમા-પૉલિસી વટાવવાનો મતલબ માલૂમ હતો. અથવર્નું  અકસ્માત મૃત્યુ થાય તો જ એનું પૉલિસીનું મહત્તમ પચાસ કરોડનું વળતર મળે અને આ કેવળ અથવર્નાલ ઍક્સિડેન્ટલ ડેથની પ્રાર્થનાઓ કરવામાત્રથી બનવાનું નહોતું એની સમજ હતી લજ્જાને. દિવસોથી ઘૂમરાયા કરતો વિચાર હવે જાણે નિર્ણયનો તકાજો કરતો હતો. ખરેખર તો મારે જ અથર્વને પતાવી દેવો પડે!

- નહીં, લજ્જાએ સુધાર્યું. પતિનું ખૂન કરીને મારે ફાંસીના માંચડે નથી ચડવું. ખરેખર તો અથવર્નીઅ સોપારી દઈને પતાવી દેવાનો હોય, યસ! આમાં કોઈને મારી સંડોવણી ગંધાવાની નહીં. બલ્કે પતિના મૃત્યુ પર અશ્રુનાં પૂર વહાવીને હું સૌની સહાનુભૂતિ જીતી લઈશ. અથવર્નાો દેવામાં મેં મારું સ્ત્રીધન હોમવાની મૂર્ખામી નથી કરી. એમાંથી સોપારીનો ખર્ચો‍ કાઢવાની ચાલાકી વાપરી જીવનભરનું સુખ કબજે કરી લેવા જેવું ખરું?

લજ્જા આંખો મીંચી ગઈ. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

€ € €

‘આઇ વૉન્ટ હિમ ડેડ...’

સુસ્મિતા ચિલ્લાઈ. અશ્વમેધને હવે તેની બીક લાગતી હતી. ગયા પખવાડિયે ધર્મિષ્ઠાએ ધૅટ અથર્વને ત્યાં તમાશો માંડ્યો એના વરવા પ્રત્યાઘાત સાંપડ્યા. સોશ્યલ મીડિયામાં લાઇવ વિડિયો વાઇરલ થતાં ચારે બાજુથી અમારા માટે થૂ-થૂ થઈ રહ્યું. ખાસ કરીને સુસ્મિતાનો બરાબરનો ઊધડો લેવાયો. તેની સિરિયલની ઇમેજ સાથે પરિણીત પુરુષ સાથેના આડા સંબંધની કરણી ક્યાંય ફિટ થતી નહોતી. બંગાળથી ફૅમિલીએ વરસાવેલા ફિટકારની સુસ્મિતાને બહુ પરવા નહોતી, પણ ઇન્સ્ટાગ્રામ-ટ્વિટર પર ચાહકોએ ટ્રોલ કરતાં તે ભાંગી પડી. સફળતાના ગુમાનમાં સંબંધો જાળવવાની તસ્દી ન રાખનારીની વહારેય કોણ થાય? ચૅનલ પર પસ્તાળ પડતાં સુસ્મિતાને સિરિયલમાં રિપ્લેસ કરવા સુધી નોબત આવી ગઈ છે. અરે, રુક્મિણી બહૂને અકસ્માત થતાં પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો બદલાવી નવી નાયિકાને રજૂ કરવાનો ટ્રૅક ફાઇનલ છે...

પ્રોફેશનલ લાઇફમાં આટલું સ્ટ્રેસ, આટલું રિજેક્શન સુસ્મિતાએ કદી અનુભવ્યું નહોતું. એમ તો અશ્વમેધનીયે હાલત ક્યાં ઠીક હતી? સમાજવાળાએ તેને ન્યાતબહાર જેવો કરી દીધો, વ્યાપારમાં આબરૂને ઘસરકો પહોંચ્યો... પત્નીનાં પિયરિયાં ઠપકારી ગયાં. દીકરાઓ હજી નાના, કંઈ જાણે નહીં; પણ પત્નીની બીક લાગતી. પહેલા બે દહાડા તો ઘરે નહોતું જવાયું.

‘અશ્વમેધ, મેં જે કર્યું આપણો સંસાર બચાવવા ખાતર કર્યું, તમને વારવા ખાતર કર્યું, ફરી બહેકો નહીં એ માટે કર્યું... માની લો તમારા દોષનો હિસાબ સરભર થઈ ગયો. હવે તમે ઇચ્છો તો આપણાં બાળકો ખાતર નવી શરૂઆત માંડવાની મારી તૈયારી છે.’ ત્રીજી સવારે ધર્મિષ્ઠાએ સામેથી ફોન જોડ્યો હતો. જાણે નવી જ ધર્મિષ્ઠા ઊઘડી હતી. પત્નીમાં આટલું પોટેન્શ્યલ હશે કદી ધાર્યું નહોતું.

‘પણ હવે આવો તો લોહીમાં વફાદારી ભરીને આવજો અશ્વમેધ, અન્યથા મારો પ્રત્યાઘાત વસમો જ રહેવાનો!’

તેના અવાજમાં ટપકતું તેજ અશ્વમેધને જાણે વામણું બનાવતું હતું.

‘મને થોડો સમય આપ ધર્મિષ્ઠા. સુસ્મિતા પણ રઘવાઈ બની છે. તેને પસવારીને પીછો છોડવો પડશે.’

આમ કહેતી વેળા દ્વિધા નહોતી. બદનામીનો સ્વાદ ચાખ્યા પછી ઐયાશીનો મોહ રહ્યો નહોતો.

‘ઠીક છે...’ ધર્મિષ્ઠા પણ સમજતી હોય એમ સંમત થયેલી, ‘તમને મહિનાની મુદત આપું છું... ત્યાર પછી પણ સુસ્મિતા ન છૂટી તો આપણા માર્ગ છૂટા થઈ જશે. બાળકો મારી પાસે જ રહેશે એટલું નક્કી માનજો.’

આ સમજૂતી સાથે ઘરે જવાનું બન્યું, પણ પોતે ગેસ્ટરૂમમાં સૂવું પડતું. બાળકોની હાજરીમાં સહજ રહેતી ધર્મિષ્ઠા તેમની ગેરહાજરીમાં બરફ જેવી બની જતી.

એક બાજુ પત્નીની સમયમર્યાદા ને બીજી બાજુ દહાડે-દહાડે વધુ ને વધુ વાયલન્ટ થતી સુસ્મિતા... આડો સંબંધ જાહેર થઈ ગયા પછી સુસ્મિતા ગમે ત્યારે ફોન કરીને તેડાવતી. ન જાઉં તો લવારે ચડી જતી : હજીયે તારાથી બૈરી ન છૂટતી હોય તો મારે તારી મર્દાનગી વાઢવા જેવું કંઈક કરવું પડશે! યાદ રાખ, હું કંઈ ધર્મિષ્ઠા નથી કે બેવફા નીવડેલાને બીજી તક આપું!

સમસમી જવાતું. પત્ની કરતાં કહેવાતી પ્રેયસી ભયંકર લાગતી. આમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી? રોજ સુસ્મિતાને સમજાવવાની આશાએ મળતો ને ઉદ્વેગ સિવાય કંઈ જ પામતો નહીં. એમાં હવે થોડા દિવસથી સુસ્મિતાને અથર્વને મારી નાખવાનું ઝનૂન ઊમડ્યું છે.

બેશક, સુસ્મિતાને જામતી કરીઅર રાતોરાત કડડડભૂસ થઈને ખરી પડ્યાનું સ્ટ્રેસ છે. ટકી જવાનાં હવાતિયાં તેને વધુ બેબાકળી બનાવે છે, પણ એથી છેક જ કોઈની હત્યાનું વિચારવાનું? એ પણ અથવર્નીન?

‘તે જ આપણાં દુ:ખોની જડ છે. યાદ કર તારી બૈરીનાં વેણ...’ સુસ્મિતા ભૂલી નહોતી. ‘ધર્મિષ્ઠાને આશરો અથવર્એ  આપ્યો...’

એક સામાન્ય ગણાતી હાઉસવાઇફ પોતાને ધીબેડી ગઈ એ સત્ય સ્વીકારવું પણ સુસ્મિતા માટે કઠિન હતું. એટલે પણ તેને અથવર્નોસ વાંક વધુ મોટો દેખાતો હોય : એ તો અથર્વને કારણે તારી બૈરી ફાવી, બાકી તેની શી ઔકાત!

‘ધર્મિષ્ઠાની મૂવથી આપણે અજાણ હતા, પણ અથર્વ તો અગાઉથી જાણતો જ હતો. અવ્વલ તો તેણે આપણને ચેતવ્યા નહીં. છોગામાં ધર્મિષ્ઠાને હામ બંધાવીને તમાશો સર્જી‍ દીધો... નો, નો... હી ઇઝ ધ કલ્પિþટ...’ સુસ્મિતાએ અશ્વમેધને પકડ્યો, ઝંઝોડ્યો, ‘ધૅટ્સ વાય આઇ વૉન્ટ હિમ ડેડ...’ તેણે નજરો મળવી, ‘ઍન્ડ યુ વિલ મેક હિમ ડેડ.’

‘હેં. એટલે હવે તું મને ખૂની બનાવવા માગે છે?’ અશ્વમેધ ભડક્યો.

‘ચિલ... ચિલ...’ ખુદને કહીને સુસ્મિતા અશ્વમેધ ૫૨ ગરજી, ‘કેમ, કૉન્ટ્રૅક્ટ કિલર્સ મરી પરવાર્યા છે?’

કૉન્ટ્રૅક્ટ કિલર! જેમ-જેમ વિચારતો ગયો એમ અશ્વમેધનાં નેત્રો પહોળાં થયાં. ધીસ કૂડ બી ધ થિંગ... કૉન્ટ્રૅક્ટ કિલિંગ મુંબઈ જેવા શહેરમાં ધીકતો ધંધો છે. આમાં અમારી સંડોવણી જાહેર પણ નહીં થાય. અથવર્નાૅ ટપકી જવાથી સુસ્મિતાનો આવેશ ઠરતો હોય તો ભલેને અથવર્નોા એકડો નીકળતો! સુસ્મિતાની ફરમાઇશ પૂરી, અમારો સંબંધ પૂરો, મારી ગૃહસ્થી શરૂ!

‘ડન!’ તેણે થમ્બ અપ કર્યો. સુસ્મિતાની કીકીમાં ઘેલછા ચમકી. અથર્વ, યૉર કાઉન્ટડાઉન બિગિન્સ.

€ € €

અઠવાડિયા પછી...

બે હાથમાં એક જ વ્યક્તિની બે અલગ તસવીરો નિહાળતાં તેની કીકીમાં ચમકારો ઊપસ્યો : અમને કૉન્ટ્રૅક્ટ કિલર્સને સોપારી મળવાની નવાઈ નથી, પણ એક જ વ્યક્તિની બે અલગ-અલગ જગ્યાએથી સોપારી એક જ કિલરને મળે એવું જ્વલ્લે જ બનતું હોય!

મિસ્ટર અથર્વ શાહ, યુ આ૨ અ હિસ્ટરીસેટર ઇન ધેટ વે.

€ € €

અને બૅન્કમાંથી નીકળીને ઘર

તરફ જતા અથર્વની નજીક એક કાર ઊભી રહી. બપોરની વેળા ટ્રાફિક નહીંવત્ હતો. બારીનો કાચ સરક્યો. ‘એક્સક્યુઝ મી,’ અત્યંત સોહામણા દેખાતા જુવાને સ્મિત ફરકાવીને પૂછ્યું, ‘તમારું અકાઉન્ટ વિજયા બૅન્કમાં છે?’

અથર્વએ પાછળ દેખાતા બૅન્ક-બિલ્ડિંગ તરફ અછડતી નજર ફેરવી લઈને કારચાલકને હકાર ભણ્યો.

‘થૅન્ક ગૉડ. મેં તમને બૅન્કમાંથી નીકળતા જોયા એટલે એવું ધાર્યું તો ખરું... એક ફેવર કરશો? મેં લોન માટે અપ્લાય કર્યું છે એમાં રેફરન્સ સિગ્નેટરી તરીકે બૅન્કના જ કોઈ અકાઉન્ટહોલ્ડરની સહીની જરૂર છે - રિજિડ પ્રોસીુર, યુ નો! ના, તમારે જામીન નથી થવાનું, કેવળ ઓળખ પૂરતી સહી કરવાની છે. લોન માટે તમારી કોઈ જવાબદારી નહીં હોય...’

વેપારી તરીકે અથર્વને બૅન્કની ગતિવિધિનો અનુભવ હતો. એ જ રીતે અજાણ્યા આદમીની વાતોમાં ભોળવાઈને સહી કરવા દોડી ન જવાય એટલી સૂઝ તો હોય જને.

‘ઇટ વિલ બી સો નાઇસ ઑફ યુ પ્લી...ઝ.’ તેના કરગરવામાં મીઠાશ હતી. અથર્વને થ્ાયું બીજું કંઈ નહીં તો બ્રાન્ચ-મૅનેજર સાથે ઓળખાણના આધારે આ બિચારાની ભલામણ તો કરી જ શકું...

‘ઠીક છે, તમે યુ ટર્ન લઈને બૅન્કમાં આવો...’

‘સૉરી સર, બટ...’ તેણે ખચકાટ દર્શાવ્યો. ‘મારી અરજી ફોર્ટની બ્રાન્ચમાં છે, પરંતુ એમાં પણ તમારી સહી ચાલશે.’

તેણે દરવાજો ખોલતાં અથર્વથી ઇનકાર ન થયો. આમેય મારે પ્રૉપર્ટી કાર્ડ કઢાવવા નગરપાલિકાનો ધક્કો ઊભો જ હતો. મારું એ કામ પતી જશે. સહીનો નિર્ણય તો જોઈ-વિચાર્યા પછી જ થઈ શકે... અથર્વએ ચોખવટ કરતાં તે મલક્યો, ‘તમને તસલ્લી થાય તો જ હેલ્પ કરજો, બસ?’

કાર હંકારતા જુવાને રેડિયો પ્લે કર્યો ને લતાનો સ્વર ગૂંજી ઊઠ્યો : એ... ફંસા!

(ક્રમશ:)

First Published: 26th December, 2018 18:06 IST

Tags

gujarat
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK