ઊંઘવાની મથામણ કરતા ઓમકારનાથ ચમક્યા. એકાએક મને આ કોણ વળગી પડ્યું? તેમની આંખો ખૂલી ને ઓમના અધરો પર ઝૂકવા જતી ઋતુરાણી સહેમી ઊઠી.
‘તમે!’ ઓમે બેઠા થવાનો પ્રયાસ કર્યો, પણ ઋતુરાણીએ શરમ નેવે મૂકી, ‘આજે મારી પ્યાસ બુઝાવ્યા વિના હું જવાની નથી ઓમ!’
હેં! ઓમકારનાથને બત્તી થઈ. ત્યારે તો બ્રાહ્મમુહૂર્તમાં મને છેડનારી યોગિનીદેવી નહીં, ઋતુરાણી જ હોવી જોઈએ!
‘તને સમજાયું હોય તો દેર ન ક૨.’ અંગમાં ઊઠતો કામ સહેવાતો ન હોય એમ •તુરાણીએ ઓમને ચુંબનો ભરવા માંડ્યાં, ‘તારી પાસે બીજો વિકલ્પ નથી ઓમ. જેને ફસાવીને તું સંસારમાંથી ભાગ્યો તે કન્યાનો ભાઈ તને ઠમઠોરવા દ્વારે ઊભો છે.’ ઋતુરાણીઓમની કાયાના કેફમાં કહેતી ગઈ, ‘તને ફસાવવા તેણે મને મોકલી છે, પણ તું મને રીઝવી દે તો ભલે તે બહાર તપ કર્યા કરતો.’
‘ઇનફ...’ ધારણા બહારનું સાંભળીને ઓમની ધીરજ ખૂટી. ઝાટકાભેર ઋતુરાણીને અળગી કરીને તે ઊભો થઈ ગયો, ‘આ તમને શોભતું નથી ઋતુરાણીદેવી. તમે વાસનાને તો જીતી ન શક્યાં દેવી, સ્ત્રીત્વની ગરિમા પણ હારી બેઠાં.’ તેના સ્વરમાં અફસોસ વર્તાયો. તેની નજરનો તાપ •તુરાણીને દઝાડતો હતો, ‘સંન્યાસિની થઈને તમે એટલું ન સમજ્યા કે દેહ તો ક્ષણભંગૂર છે. એનું આટલું આકર્ષણ?’
‘મને ઉપદેશ નથી જોઈતો મહારાજ...’ ઋતુરાણીઘવાઈ, ‘હું કદરૂપી છું એટલે તમને વચનામૃત સ્ફુરે છે, યોગિની જેવી રૂપાળી હોત તો...’
‘યોગિની શું, આ ક્ષણે મારી પૂર્વાશ્રમની પત્ની હોત તો પણ મેં ભગવાંની મર્યાદા જ પ્રથમ જાળવી હોત.’
ના, આમાં સાધુપણાનું અભિમાન નહીં, કેવળ વાસ્તવિકતા હતી.
‘માન્યું, અસુંદરતાને કારણે તમને સંસારમાં વરવા અનુભવો થયા હશે, પણ એથી સંન્યાસ લેવાને બદલે ખરેખર તો તમારે jાીના સાચા સૌંદર્યને પામવું જાઈતું’તું.... માતા બનીને! સંસાર છોડવાને બદલે બાળક દત્તક લઈને પણ તમે માતૃત્વ પામ્યાં હોત તો રૂપની ફરિયાદ ન રહેત. મા ક્યારેય કદરૂપી નથી હોતી.’
ઓમના શબ્દોએ •તુરાણીની વાસના નિચોવાઈ ગઈ. હથેળીમાં મોં છુપાવીને તે રડી પડી. ‘મને ક્ષમા કરો ઓમ!’
€ € €
ડેમ ઇટ! તંબુના પ્રવેશદ્વારે કાન માંડીને ઊભેલા અનામિકે કપાળે મુઠ્ઠી ઠોકી. સાચા સાધુ એવા ઓમે તો મારા પ્યાદાનું માનસ જ બદલી કાઢ્યું! હવે મારી જૂઠી કહાણી ઋતુરાણીસમક્ષ ખૂલી જવાની એમ અનામિક નામ ઓમ માટે જાહેર થઈ જવાનું... ઓમને ટૅકલ કરવા જુદો જ રસ્તો વિચારવો પડશે... અત્યારે તો અહીંથી પોબારા જ ગણવા દે! તે ઊલટો ફર્યો એવું જ ચોંકી જવાયું.
સામે જ નીરજા ઊભી હતી... બધું જાણી-સમજી ચૂકી હોય એમ તેનો ચહેરો રોષમાં તમતમી રહ્યો હતો.
‘નીરજા, હું તને સમજાવું...’
સટાક. નીરજાના તમાચાએ અનામિકનો ગાલ ચીર્યો, ‘હજીયે હું છેતરાઈશ એવી આશા છે તમને અનામિક?’
ચીસ જેવા તેના અવાજે તંબુની ભીતર ઓમ-ઋતુરાણીચમક્યાં. ઓમની ચેતામાં ઝણઝણાટી પ્રસરી ગઈ. આ તો... તે દ્વારે દોડી ગયો, પડદો ઊંચક્યો ને પૂતળા જેવો થયો - ની...ર...જા... તું!
નીરજા માટે પણ સમય થંભી ગયો. સવાસાત વરસના અંતરાલે અક્ષર ખરેખર તેની સામે ઊભો હતો. મારો પતિ, અંશુનો પિતા! ‘અ...ક્ષુ...’ નીરજાને તેનાં ભગવાં દેખાયાં નહીં, સ્પર્શાય નહીં. તે ઓમને વળગી, નિ:સંકોચપણે ચૂમતી રહી. પછી ઝઘડવાનું સાંભર્યું હોય એમ તેની છાતી પર મુક્કા વીંઝ્યા, ‘તમે મને કેવી પથ્થરદિલ ચીતરી! એક આંખ ગુમાવનારો બીજી આંખ સાચવવા ઘાંઘો બની જાય, બસ એવી દશા મારી હતી...’
‘જાણું છું નીરજા...’ ઓમ હળવેથી અળગો થયો, ‘મેં તને સૌથી વધુ અન્યાય કર્યો.’
આમાં ઊંડાણ હતું, પણ પત્ની માટે હોય એવી આત્મીયતા નહોતી. નીરજા સચેત થઈ, સભાન બનીને અશ્રુ લૂછ્યાં.
‘આઇ ઍમ સૉરી. તમે સંસારરેખાની સામે પાર છો એ ભૂલી જવાયું. તમારા સાધુચરિત્રથી મારા કપાળનો ચાંલ્લો વધુ ઝગમગી ઊઠ્યો છે.’ નીરજાએ અનામિક તરફ દ્રષ્ટી ફેરવી, ‘બાકી અમારા સંસારમાં તો દુષ્ટો જ ભળ્યા છે...’ બે-ચાર વાક્યોમાં નીરજાએ કથાસાર સંભળાવીને ઉમેર્યું, ‘કુદરતનું કરવું કે તું સંગમતટે નીકYયાની મને જાણ થઈ. તારી પાછળ આવી હું તને ટ્રેસ કરી શકી. નહીંતર આ મેળામાં ક્યાં ખોવાઈ જાત ને તને કૉલ કરવો પડત તો તું ચેતી જાત... થૅન્ક ગૉડ, હું તારી-•તુરાણીની વાતો સાંભળી શકી, મારા અક્ષરની તપસ્યા નિહાળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.’
‘નીરજા, મેં આ બધું તને પામવા ખાતર...’ અનામિક સફાઈ ડહોળવા ગયો કે...
‘જૂઠ!’ તંબુની બાજુથી ગુરુજી દયાનંદ પ્રગટ્યા. હજી થોડી વાર પહેલાં જ ગુરુજીને તેડવા ગયેલી યોગિનીદેવીએ બે વાક્યોમાં અનામિકની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો, ‘પાપી માણસ,
તારા આત્માને ટટોલ. આ તારું પહેલું પાપ હતું?’
ક્રોધથી કાંપતા ગુરુજીના શબ્દોએ અનામિકનાં ગાત્રો ગળી ગયાં. તેમની કીકીમાંથી વરસતો અગ્નિ પોતાને ભસ્મીભૂત કરવાની ભીતિ હોય એમ ‘બાપ રે’ કહેતાં તેણે પૂંઠ ફેરવીને દોટ મૂકી.
‘કાયર!’ હવે ગુરુજીની દિશામાંથી યોગિનીદેવી બહાર આવ્યાં, નીરજાનો હાથ હાથમાં લીધો, ‘નવજીવન મુબારક હો...’
નીરજા ઉપરાંત ઓમ-•તુરાણીને પણ સમજાયું નહીં.
‘અનામિકને તમે પરણ્યા હોત નીરજા...’
‘હું તેને ક્યારેય પરણવાની નહોતી, પરણી શકું એમ નહોતી...’
કા૨ણ પૂછવાની કોઈને જરૂ૨ ન વર્તાઈ.
‘ધારો કે એ થયું હોત તો વરસ-બે વરસમાં તેણે તમારું ખૂન કરી નાખ્યું હોત...’ યોગિનીદેવી હાંફી ગયાં, ‘જેમ તેણે તેની પહેલી પત્નીનું કર્યું હતું...’
હવે નીરજાને કંઈક બોલવા જેવું લાગ્યું, ‘રાગિણીની હત્યા ક્યાં થઈ હતી? તે તો અકસ્માતે નદીમાં ડૂબી...’
‘જીવી ગઈ!’ નીરજાનું વાક્ય ઊંચકીને તેમણે આખરી પત્તું ખોલી નાખ્યું, ‘અત્યારે સાધ્વીના વેશે તે તમારી સામે ઊભી છે!’
હેં!
€ € €
કૉલેજકાળમાં મા-બાપ ગુમાવી બેઠેલી રાગિણી ગ્રૅજ્યુએટ થતાં મામી-કાકીઓ મુરતિયા તરાશે છે. એમાં અનામિક તેને ગમી જાય છે. દેખાવડો અને પ્રેમાળ જણાતો જુવાન પોતાની જેમ સંસારમાં એકલો છે. જોકે આર્થિક દ્રષ્ટિએ ઊતરતો છે. ભાયખલાની ચાલીમાં રહે છે, પણ રાગિણીને એનો છોછ નથી. માણસને જીવવા માટે પ્રેમ જોઈએ, પૈસો નહીં એવું માનનારી રાગિણી જાણતી નહોતી કે અનામિક માટે તો રાગિણીને પસંદ કરવાનું એકમાત્ર કારણ તેની પૈતૃક મિલકત હતી. અલબત્ત, રાગિણી કંઈ એવી ધનવાન નહોતી, પણ મલાડમાં બે બેડરૂમનો અપટુડેટ ફ્લૅટ, બીજી વીસ-ત્રીસ લાખની શ્વશુરજની મૂડી પણ ખરી. ચાલમાં ઊછરેલા જુવાન માટે તો એ ઘણુંબધું ગણાય!
તકલીફ એક જ હતી. અનામિક સીધી રીતે રાગિણી પાસે માલમિલકતનો કબજો માગી શકતો નહીં અને આડકતરી રીતે કહેતો એમાં રાગિણીને ઇરાદો ગંધાતો નહીં! તે બિચારી પતિના સ્વમાનને ઠેસ ન લાગે એમ વર્તતી અને આનો ધૂંધવાટ અનામિકને પત્નીની હત્યા સુધી દોરી ગયો : મિલકત માગીયે લઉં તો મારે રાગિણીના ઓશિંગણ રહેવું પડે, એના કરતાં તેને પતાવીને ખુદ માલિક કેમ ન બની જાઉં?
વિચાર ઘૂંટાતો ગયો. માતા-પિતાનું શ્રાદ્ધ સરાવવા ચાણોદ જવાનું ગોઠવીને ખરેખર તો ચોમાસામાં બે કાંઠે વહેતી નર્મદામાં પત્નીને બેહોશ કરી ડુબાડી દેવાનો ઇરાદો હતો.
પણ રામ રાખે તેને કોણ ચાખે? વિધિ પતાવી પિંડ નદીમાં પધરાવવામાં અનામિકે રાગિણીને પણ સાથે લીધી. છેલ્લા પગથિયે પહોંચી આસપાસની નર્જિનતા ચકાસી, ફૂલપાન વહાવવા વાંકી વળેલી રાગિનીને ચૉપ ફટકારી બેહોશ કરવા ગયો, પણ ફાવ્યું નહીં. ઊલટું પ્રતિક્રિયામાં ચોંકતી રાગિણી બૅલૅન્સ ગુમાવીને નદીમાં ખાબકી.
આ તો જોખમ! તરવાનું જાણતી રાગિણી મારું અસલી રૂપ જાણી ગઈ, તેને હવે તો જીવતી ન છોડાય! ‘બચાવો... મારી પત્ની નદીમાં પડી ગઈ...’ની બુમરાણ મચાવીને અનામિક નદીમાં ખાબક્યો. ઊંડે જઈ, પત્નીના પગ પકડીને ખેંચતાં રાગિણી પાણીમાં ગરકાવ થઈ. એક મારવા મથતો હતો, બીજી જીવવા ફાંફાં મારતી હતી.
‘મારું આયખું ત્યાં જ પતી જાત, પણ કુદરત વહારે ધાઈ. પાણીની અંદર મહાકાય મગર અમારી તરફ ધસી આવતો દેખાયો ને ભડકેલા અનામિકે મને છોડીને ભાગવા માંડ્યું. મારામાં તરવાના હોશ નહોતા. નદીના જોશીલા વહેણમાં હું એમ જ તણાતી દૂરના કાંઠે પહોંચી ગઈ. ગામલોકોએ મને ઉગારી. મને ખાતરી હતી કે અનામિક મારી તપાસમાં કાંઠાનાં ગામોમાં ભટકવાનો... હોશ આવતાં હું ત્યાંથી ભાગી છૂટી. પોલીસમાં હાજર થઈને ફરિયાદ નોંધાવવાની હિંમત એકઠી કરતી હતી ત્યાં અખબારમાં મારી મૃત્યુનોંધ વાંચવા મળી.
‘હું તો નસીબજોગે મગરનો શિકાર થતાં બચી ગઈ, પણ નદીમાં પડતું મૂકનારી કોઈ અભાગણી બિચારી મગરનો કોળિયો બની હશે તેનાં ક્ષતવિક્ષત અંગો કાંઠે પડ્યાં હતાં. એના પરથી ઓળખ કરવી મુશ્કેલ હતી, પણ નદીનું વહેણ જોતાં હું આ તરફ આવી શકું એવી ગણતરીના આધારે અનામિકે માની લીધું કે પેલા મગરે મને જ ફાડી ખાધી હોય! ખરેખર તો પત્નીની ‘ચિરવિદાય’ પાછળ મગરનાં આંસુ સારવા સમાજની સહાનુભૂતિ રળતા પતિના ચિત્રે વૈરાગ્ય પ્રેર્યો ને બસ, મેં હરિદ્વારની ટ્રેન પકડી લીધી... રાગિણીમાંથી યોગિનીદેવી બની ગઈ!’
€ € €
યોગિનીદેવીએ સમાપન કર્યું. ઓમના તંબુમાં સ્તબ્ધતા છવાઈ રહી. બ્રાહ્મમુહૂર્તવાળી ઘટનાના સંદર્ભ ઓમને હવે સમજાયા. ગુરુજી સાચું કહેતા હતા, કાળનો પ્રવાહ પાત્રોને કેવાં ગોઠવી કાઢતો હોય છે!
‘માલમિલકતવાળી યુવતીને પરણીને તેને પતાવી દેવાની અનામિકતની ફિતરત થઈ હોવી જોઈએ.’ જેનું કદી પડખું સેવ્યું તે પુરુષની આરપાર જોઈ શકતાં હોય એમ સાધ્વી બોલી ગયાં.
નીરજાએ પુષ્ટિ કરી, ‘આટલો દુક્ટ માણસ કંઈ પણ કરી શકે. પૈતૃક સંપત્તિની હું વારસદાર એમ પતિના ફ્લૅટ-મૂડી તો મારા નામે અત્યારે પણ ખરાં જને. અનામિકનો ડોળો એના પર હોય તો જ તે મને અક્ષરથી દૂર રાખવા આટલું મથ્યો!’ નીરજાએ ગુરુજીને નિહાYયા, ‘આપ જ કહો ગુરુજી, આવા પુરુષને છટકવા કેમ દેવાય?’
‘તારું તેજ મને પ્રભાવિત કરે છે છોકરી.’ દયાનંદે સ્મિત વેર્યું, ‘ઓમની અધાર઼્ગિની આવી જ હોય.’ પછી ગંભીર બન્યા, ‘આમ તો સાધુનો ધર્મ ક્ષમા છે, પરંતુ ક્ષમાનું દાન પણ પાત્ર જોઈને દેવાનું હોય. યોગિનીદેવી, કેટલાંક કુપાત્રો દંડના અધિકારી હોય.’
સાધ્વી આંખો મીંચી ગયા, ખૂલી ત્યારે દ્વિધા નહોતી.
€ € €
હોટેલ પહોંચેલો અનામિક રૂમ ખાલી કરીને રિસેપ્શન પર ચેકઆઉટની ફૉર્માલિટી પતાવે છે કે સ્ટાફના ગણગણાટે ધ્યાન ખેંચ્યું. સાધુ-સાધ્વીઓને પૉર્ચનાં પગથિયાં ચડતાં જોઈ નજર વાળીને લેજરમાં સહી કરવા જાય છે કે કમરમાં સટાકો બોલ્યો. ન હોય!
ઝાટકાભેર તેની ગરદન વળી દરવાજા તરફ ઘૂમી. પોતે જે જુએ છે એ શમણું નથી એની ખાતરી થઈ એમ તેનાં નેત્રો પહોળાં થયાં, છાતી હાંફવા માંડી, કપાળે પ્રસ્વેદ ફૂટ્યો. રા...ગિ...ણી!
ત્રણ-ત્રણ વરસથી મૃત માનેલી પત્નીને સાધ્વીવેશમાં ભાYાીને અનામિકની બુદ્ધિ બહેર મારી ગઈ. સાથે ઓમ અને ઋતુરાણીછે! અને ઓ રે, તેમની પાછળ નીરજા પોલીસને લઈને આવી છે!
‘શું થયું અનામિક? હું ભૂત નથી...’ નજીક આવીને દાંત ભીંસતાં યોગિનીદેવીએ લાફો વીંઝ્યો, ‘જો...’
અનામિકને તમ્મર આવ્યાં. નીરજાના ઓમને ફસાવવામાં હું ક્યાં ભેરવ્ાાયો! શું થાય, ગુનો કોઈને છોડતો નથી. યોગિનીદેવી ઉર્ફે રાગિણીની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ બદલ અનામિકની ધરપકડ થઈ. સાવિત્રીમા અનામિકના સાચા રૂપે ડઘાયાં. નીરજાને પસંદ કરવા પાછળ તેની મિલકત હડપવાનો ઇરાદો હોવાનું પણ અનામિકે કબૂલી લીધું. ઘટતી સજા ભોગવ્યા વિના તેનો છૂટકો નહીં!
€ € €
પૂર્વાશ્રમના પતિને ઝબ્બે કરવાની સાધ્વીની હિંમતને સૌએ બિરદાવી જાણી તો બીજાં સાધ્વી •તુરાણીએ બાળક દત્તક લઈને માતૃપંથે જવાનું નક્કી કર્યું એનાં પણ વધામણાં જ હોય. સાવિત્રીમા ઓમની સાધનાનું ગૌરવ અનુભવતાં.
પણ સૌ સમજતા હતા કે ખરી ઘડી હવે આવી છે. શિવરાત્રિના સ્નાન સાથે મેળો પૂરો થયો, સાધુ-સંસારીના માર્ગ ફરી ફંટાઈ જવાના...
નીરજાથી ફરી જુદા પડવાનું? ઓમને કસક થઈ. વીત્યા દિવસોમાં નીરજા રોજ મેળે આવતી, પ્રવચન સાંભળતી, શાjાોની ચર્ચા માંડતી. યોગિનીદેવી સાથે ભળીને સંન્યાસને સમજવા માગતી પૂવર્કાફળની પત્નીનું રૂપ મુગ્ધ કરી જતું. મારું સંન્યસ્ત ઓગળી રહ્યું છે? ના, ના... અંશુ વિનાના સંસારનું આકર્ષણ મને તો કેમ થાય?
ઓમની વિવશતા ગુરુજીથી છૂપી નહોતી, તું ફરી જીવનના દ્વિભેટે છે ઓમ... જે રાહ લે, મનથી લેજે. સંસારમાં જાય તો એના ગુણદોષ અવગણીને એને પૂરો માણજે અને સંન્યાસમાં કાયમ રહેવું હોય તો મોહનો છેલ્લો તાંતણો પણ ખંખેરી નાખજે.’
આ શબ્દો સાંભરીને એમ આંખો મીંચી ગયો. પાંપણના પડદા ધી૨ેથી ચકાયા ને તેણે શું જોયું?
સામે નીરજા ઊભી હતી - સાધ્વીના વેશમાં!
આ પણ વાંચો: કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 4)
‘અંશ-તમારા વિનાનો સંસાર મને પણ વજ્યર્. તમારા સંન્યાસમાં હું બાધા નહીં બનું ઓમ... આત્માની ઊધ્વર્ગપતિ તમે પામી છે, એમાં સહયોગી બનવાની મંજૂરી માગું છું કેવળ...’
સોપો છવાયો. પાછલા દિવસોમાં જે કંઈ બન્યું એથી દીકરીના સંકલ્૫માં સાવિત્રીબહેનની સહમતી હતી.
‘મને શું જુએ છે ઓમ, પુરાણકાળમાં •ષિમુનિઓ પત્ની સાથે જ સંન્યાસ માણતા.’ ગુરુજી.
ત્યારે ઓમને દ્વિધા ન રહી. તેણે હાથ લંબાવીને નીરજાનો હાથ પકડ્યો. સંગમર્તીથમાં યોગી-યોગિનીના સંગમનું એ દ્રશ્ય સૌને અભિભૂત કરી ગયું.